ધો.3ના પાઠ્યપુસ્તકમાં જેનું ચિત્ર છપાયું હતુ તે હાલ કરી રહ્યો છે મજૂરી

વિદ્યાર્થી કાન્તિ રાઠવાનું સ્વચ્છતાનું ચિત્ર ધોરણ ત્રણના પર્યાવરણના પાઠ્યપુસ્તકના કવરપેજ પર છપાયું હતું

 • Share this:
  છોટાઉદેપુર જિલ્લાના કાછેલ ધામક ફળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી કાન્તિ રાઠવાનું સ્વચ્છતાનું ચિત્ર ધોરણ ત્રણના પર્યાવરણના પાઠ્યપુસ્તકના કવરપેજ પર છપાયું હતું. આ વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તે સુરેન્દ્રનગર તાલુકાના એક ગામમાં અભ્યાસ છોડીને મજૂરી કામમાં લાગી ગયો છે.

  કાન્તિ રાઠવા ધોરણ 3માં અભ્યાસ કરતો હતો ત્યારે ગાંધીનગરમાં ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે તેણે સ્વચ્છતાનું ચિત્ર દોર્યું હતું. જે ચિત્રને ધોરણ-3ના પર્યાવરણના પાઠ્યપુસ્તકના કવર પેજ પર સ્થાન મળ્યું હતું. કાન્તિના પરિવારમાં માત-પિતા સાથે પાંચ ભાઇ બહેનો છે. તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તે બધા અભ્યાસ છોડીને મજૂરી કામ કરવા જાય છે.

  નોંધનીય છે કે રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ કરે છે. તેમાં તેઓ જુએ છે કે જિલ્લાનો કોઇપણ ગરીબ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહે , તે માટે સરકાર પ્રયત્નશીલ બને. તેવામાં ગરીબીના કારણે એક તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસથી વંચિત બન્યો છે. આ કોઇ સામાન્ય વિદ્યાર્થી નથી તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે વિદ્યાર્થી કાન્તિ રાઠવાએ ઇનામ પણ મેળવેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીની સિદ્ધિને જોઇ ધોરણ-૩ના પાઠ્યપુસ્તકના કવરપેજ પર વિદ્યાર્થીનું નામ પ્રકાશિત કરાયું હતું. રાજ્ય સરકારે પણ આ વાતની નોંધ લીધી હતી.

  જે ચિત્રને પર્યાવરણના પાઠ્યપુસ્તકના કવર પેજ પર સ્થાન મળ્યું હતું


  ધોરણ-5માં અભ્યાસ બાદ આ વિદ્યાર્થીએ અભ્યાસ કરવાનું છોડી દીધુ છે કારણકે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તેના પરિવારે મજૂરી કામ માટે તે ગામ પણ છોડી દીધું છે. જોકે આ વાત સામે આવતાં કેટલાક આગેવાનોએ વિદ્યાર્થીને શોધી ભણતરની જવાબદારી ઉપાડી છે. સમાજની મદદ લઇ વિદ્યાર્થીને સારી શાળામાં ભણવા મુકાશે. આ ઉપરાંત આગેવાનોએ તેના પરિવારને પોતાના વતન કાછેલ ગામે પરત લાવવા પ્રયાસો તેજ બની રહ્યાં છે.
  Published by:Kaushal Pancholi
  First published: