શ્રાવણિયા જુગારે બે દિવસમાં બીજો જીવ લીધો, જૂનાગઢ બાદ ક્વાંટમાં પોલીસથી ભાગવા જતા મોત

વિશાલ રાઠવાની ફાઇલ તસવીર એક આશાસ્પદ યુવક શ્રાવણિયા જુગારનો ભોગ બન્યો

Kavat Youth Death in Police Raid: છોટાઉદેપુરના ક્વાંટમાં વાડીમાં ચાલી રહેલા જુગારધામમાં પોલીસ ત્રાટકી, અંધારામાં ભાગેલા વિશાલને કરન્ટ લાગતા મોત

  • Share this:
    શેહજબ ખત્રી, છોટાઉદેપુર : સમગ્ર રાજ્ય શ્રી કૃષ્ણજન્મોત્સવના (Janmashtami) તહેવારમાં લીન થઈ ગયું છે ત્યારે છોટાઉદેપુરના (Chhotaudepur) ક્વાંટમાં (Kavat) એક કરૂણાંતિકા સર્જાઈ છે. અહીંયા શ્રાવણિયા જુગારે (Gamble) એક આશાસ્પદ યુવકનો જીવ (Youth Died) લીધો છે. વાડીમાં મિત્રો સાથે ભેગા મળીને ઠેર ઠેર લોકો જુગટું (Gambling) રમી રહ્યા છે ત્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં પોલીસે આવી જ એક જુગાર પાર્ટી પર દરોડા (Police Raid) પાડ્યા હતા. આ દરોડામાં ભાગેલા એક યુવકને કરન્ટ (Electric Shock) લાગ્યો અને તેનું મોત નીપજ્યું છે. હજુ તો ગઈકાલે જ આ પ્રકારની ઘટનામાં એક યુવકનું જૂનાગઢના (Junagadh) મેંદરડામાં (Mendarda) મોત થયું હતું ત્યારે પોલીસના દરોડાએ બે દિવસમાં બીજા યુવકનો જીવ લીધો છે.

    બનાવની વિગતો એવી છે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં ગતરાત્રીએ પોલીસે એક દરોડા પાડ્યો હતો. હાલમાં શ્રાવણમાં ઠેર ઠેર જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે વાડીમાં જુગટું રમી રહેલા યુવકો પોલીસને જોઈને ભાગ્યા હતા. દરમિયાન આ દરોડામાં 18 વર્ષનો વિશાલ રાઠવા પણ ભાગ્યો હતો. વિશાલ અંધારામાં ભાગ્યો અને તે અચાનક વીજતાર સાથે અથડાઈ ગયો હતો. ખેતરમાં ભૂંડના ત્રાસથી રક્ષણ મેળવવવા માટે વીજ તારનું રક્ષણ આપવામાં આવ્યું હતું ત્યારે આ યુવકને જોરદાર કરન્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચો : રાજકોટ : 'સાહેબ પત્નીના ત્રાસથી કંટાળ્યો છું, લાંબો સમય જેલમાં રહેવું છે,' પતિએ પોલીસ ચોકીમાં આગ ચાંપી

    ઘટના બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસ વિશાલ રાઠવાના મૃતદેહને ક્વાંટ પોલીસ મથકમાં લઈ આવી હતી અને મોડી રાત સુધી મૃતદેહ પોલીસ સ્ટેશનમાં પડી રહ્યો હતો. આખરે ભારે સમજાવટ બાદ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આમ પોલીસના દરોડા અને શ્રાવણિયા જુગાર બે દિવસમાં બીજા યુવકનો જીવ લીધો છે.

    મેંદરડામાં પણ યુવક દોડ્યો અને કરન્ટ લાગતા મોત

    મેંદરડાના ખીજડિયા ગામે વાડીમાં 14 જેટલા લોકો જુગાર રમવા એકઠાં થયા હતા. બાજી જામી ગઈ હતી અને લોકો અંધકારમાં જુગારની મજા માણી રહ્યા હતા તેવામાં પોલીસની એન્ટ્રી થઈ હતી. પોલીસની જોતા જ 10 જેટલા લોકો અંધારામાં ભાગ્યા હતા અને પોલીસ તેમની પાછળ દોડી હતી. જોકે, રાત્રિનો અંધકાર હોવાથી પોલીસ તેમને પકડી શકી નહોતી. પરંતુ ભાગી રહેલા લોકો પૈકીનો દેવશી નસીબનો બળિયો નીકળ્યો.

    આ પણ વાંચો :  જૂનાગઢ : જુગાર રમવા જતા મળ્યું મોત! પોલીસના દરોડામાં ભાગેલા યુવકને કરન્ટ લાગતા મૃત્યુ

    દેવશી વકાસ નામના 24 વર્ષના યુવકને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તે પોલીસથી બચવા ભાગી રહ્યો છે અને તેનો જીવ જતો રહેશે. બન્યું એવું કે ટોળામાનો એક આ યુવક ભાગતા ભાગતા અંધારામાં વાડીની ફેન્સિંગ સાથે ટકરાઈ ગયો. ખેડૂતો ફેન્સિંગમાં પ્રાણી અને પશુના આતંકથી પાકની રક્ષા કરવા માટે ઇલેક્ટ્રિક્ કરન્ટ મૂક્યો હતો. આ કરન્ટ લાગતાની સાથે જ દેવશી ફેંકાઈ ગયો અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું.
    Published by:Jay Mishra
    First published: