છોટાઉદેપુરમાં સૌથી વધારે સાત ઇંચ વરસાદ, બે કલાકમાં મહુવામાં એક ઇંચ ખાબક્યો

News18 Gujarati
Updated: August 27, 2019, 7:10 PM IST
છોટાઉદેપુરમાં સૌથી વધારે સાત ઇંચ વરસાદ, બે કલાકમાં મહુવામાં એક ઇંચ ખાબક્યો
વરસાદની તસવીર

ભાવનગરના મહુવામાં છેલ્લા બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. આવતી કાલે બુધવારે સૌરાષ્ટ્ર અને દિવનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદની આગાહી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ મેઘરાજાએ ગુજરાતમાં ફરીથી એન્ટ્રી કરી છે ત્યારે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે છોટા ઉદેપુરમાં વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરમાં સૌથી વધારે સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જેતપુર પાવીમાં પોણા સાડા છ ઇંચ, કવાંટમાં છ ઇંચ, પંચમહાલોના હાલોલમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવામાં છેલ્લા બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત અન્ય શહેરોની વાત કરીએ તો આણંદમાં 93mm મહુવામાં 70mm, સંખેડામાં 70mm, વાસોમાં 70mm, વડોદરામાં 66mm, બોરસદમાં 56mm, નસવાડીમાં 54mm, મહુધામાં 49mm, કાલોલમાં 46mm,થાસરામાં 45mm, આંક્લાવમાં 44mm, માણસામાં 44mm વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પરિણામે આજ સુઘીમાંરાજ્યના 204 જળાશયો પૈકીના 30 જળાશયો 100 ટકાથી વધુ ભરાયાં છે. રાજ્યનાં 204 જળાશયોમાં હાલ 71.94 ટકા એટલે કે 3,97,817.46 એમ.સી.એફ.ટી. જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના સૌથી મોટા જળાશય સરદાર સરોવર ડૅમમાં હાલ 2,81,241.60 એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 84.18 ટકા છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 90.92 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યના 30 જળાશયો 100 ટકા કે તેથી વધુ ભરાયાં છે, જ્યારે 56 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે, 23 જળાશયો 50 થી 70 ટકાની વચ્ચે અને 58 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયાં છે.

બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સર્જાયું છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આની સાથે સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે ગઇકાલથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચોઃ-પંચમહાલમાં ભારે વરસાદ, પાવાગઢ ડુંગર પરથી વહેતા પાણીમાં લોકોએ સેલ્ફીઓ લીધી

આજે એટલે 27મી તારીખે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તાર અને દાદરા નાગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર, દક્ષિણ અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં પણ તમામ જિલ્લાઓ તથા કચ્છમાં પણ વરસાદ વરસવાની આગાહી છે.આવતી કાલે બુધવારે સૌરાષ્ટ્ર અને દિવનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલી સહિત દમણની સાથે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
First published: August 27, 2019, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading