છોટાઉદેપુર : માસ્ક પહેર્યાં વગર નીકળેલા આર્મી જવાને પોલીસ સાથે કરી ઝપાઝપી

News18 Gujarati
Updated: July 16, 2020, 5:31 PM IST
છોટાઉદેપુર : માસ્ક પહેર્યાં વગર નીકળેલા આર્મી જવાને પોલીસ સાથે કરી ઝપાઝપી
પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો.

માસ્ક પહેર્યાં વગર નીકળેલા આર્મી જવાને પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરીને ગંદી ગાળો ભાંડી, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી.

  • Share this:
છોટાઉદેપુર : કોરોના વાયરસ (Coronavirus)ને ફેલાતો અટકાવવા માટે માસ્ક (Mask)ને ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક ન પહેરવા પર 200 રૂપિયા દંડ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં માસ્ક પહેરવા પર દંડ કરવા બદલ પોલીસ (Police) અને લોકો વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવી રહ્યા છે. છોટાઉદેપુર (Chhota Udepur)માં પણ આ મામલે પોલીસ અને આર્મી જવાન (Army Jawan) વચ્ચે ઝપાઝપીનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં આર્મી જવાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર પોલીસે માસ્ક વગર બહાર નીકળેલા બાઇક ચાલકને અટકાવ્યો હતો. બાઇક ચાલકો પોતાની ઓળખ આર્મી જવાબ તરીકે આપી હતી. આ દરમિયાન પોલીસકર્મીઓ અને આર્મી જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવીને જવાને હોબાળો મચાવ્યો હતો.

જે બાદમાં મામલો ઝપાઝપી સુધી આવી પહોંચ્યો હતો. પોલીસે આર્મી જવાને ગાડીમાં બેસીને પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. આર્મી જવાને આવું ન કરતા બંને પક્ષ વચ્ચે ખૂબ ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આર્મી જવાને પોલીસ જવાનોને ગંદી ગાળો પણ ભાંડી હતી. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસના બેથી ત્રણ જેટલા જવાનો આર્મી જવાનને ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સામે જવાબ ગાડીમાં બેસવાનો ઇન્કાર કરીને તેમને ગંદી ગાળો ભાંડી રહ્યો છે.વીડિયો જુઓ : સુરતમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, 99 જુગારી ઝડપાયા

આ મામલે પોલીસે આર્મી જવાન અનિસ રાઠવા સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઝપાઝપી બાદ પોલીસ આર્મી જવાનને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લાવી હતી. સમગ્ર બબાબ દરમિયાન આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા.
Published by: Vinod Zankhaliya
First published: July 16, 2020, 5:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading