છોટા ઉદેપુરઃ સરપંચ 15 વર્ષની સગીરા ઉપર સતત આચરતો હતો દુષ્કર્મ

છોટા ઉદેપુરના એક ગામમાં સરપંચે જ ગામની 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ કેસમાં ફરિયાદના છોટા ઉદેપુર પોલીસે સરપંચની ધરપકડ કરી છે.

છોટા ઉદેપુરના એક ગામમાં સરપંચે જ ગામની 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ કેસમાં ફરિયાદના છોટા ઉદેપુર પોલીસે સરપંચની ધરપકડ કરી છે.

 • Share this:
  અત્યારે કઠુઆ, ઉન્નાવ અને સુરત જેવી ઘટનાઓ સામે દેશમાં ભારે વિરોધ ઉઠ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાતના છોટા ઉદેપુરના એક ગામમાં સરપંચે જ ગામની 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ કેસમાં ફરિયાદના છોટા ઉદેપુર પોલીસે સરપંચની ધરપકડ કરી છે.

  મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર તાલુકાના એક ગામનો જંગુભાઈ રાઠવા કે જે ગામની એક સગીરા પર ચાર વર્ષ પહેલા વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આમ સરપંચના હોદ્દાનો તે ગેરલાભ ઉઠાવતો હતો. ત્યારે 15 વર્ષની સગીરા ધોરણ 8માં અભ્યાસ કરતી. માતા પિતા ખેતી કામ કરવા જતા તે દરમિયાન ગામનો નરાધમ સરપંચ તેના ઘરે આવતો અને તેની સાથે અડપલા કરતો અને છેલ્લે તેને ધાક ધમકી આપી તેની બોલેરો ગાડીમાં ઉઠવી જતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચારતો હતો.

  ભોળી અને માસુમ આ સગીરા સરપંચથી ડરી ગઈ હતી. સરપંચ તેને ધમકી આપતો કે જો તું કોઈ ને કહીશ તો તને અને તારા માતા પિતાને મારી નાખીશ. તને મારી પત્ની બનાવાની છે. આમ વારંવારના દુષ્કર્મ બાદ પણ સગીરાએ બાબતની વાત કરતી ન હતી.

  સગીરા ઉંમરલાયક થતા આ યુવતીના લગ્ન તેના જ સમાજના યુવક સાથે કરી દેવાયા હતા. આ યુવતીને લાગ્યું જે સરપંચના અમાનુષી અત્યાચારથી તેનો છુટકારો મળી ગયો છે. પરંતુ એવું ન થયું. આ સરપંચની હેરાનગતી ચાલુ રહી અને આ યુવતી ના છૂટાછેડા થઇ ગયા.

  હવે રણચંડી બનેલી આ યુવતી પોલીસને જાણ કરી પણ તેની વાત ધ્યાને ન લેવાતા કોર્ટ મા 20/1/18 ના રોજ ફરિયાદ નોધાવી હતી. કોર્ટમાં ફરિયાદ નોધાતા પોલીસ એક્સનમાં આવી અને સરપંચ અને તેને સાથ આપનારને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઇ હતી.
  Published by:Ankit Patel
  First published: