છોટાઉદેપુરઃ કાકાના લગ્નમાં જતી નવ વર્ષની બાળકી ઉપર લક્ઝરી બસમાં દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં નવ વર્ષની બાળકીને લક્ઝરી બસમાં જ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના બની છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના પગલે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.

 • Share this:
  પાવી જેતપુરઃ ગુજરાતમાં દુષ્કર્મની ઘટના ધીમે ધીમે વધતી જાય છે. તાજેતરમાં તો નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓએ માજા મુકી હોય તેમ છાસવારે આવી ઘટનાઓ બની રહી છે. છોટા ઉપદેપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં નવ વર્ષની બાળકીને લક્ઝરી બસમાં જ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના બની છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના પગલે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે છોટા ઉદેપરુ જિલ્લાના પાવી જેતપુર તાલુકાના એક ગામમાં લગ્નમાં એક જાન જઇ રહી હતી. આ દરમિયાન લક્ઝરી બસમાં નવ વર્ષની બાળકી એકલી હતી. એકલાતનો લાભ લઇને બસ ડ્રાઇવરના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. જાનથી મારી નાખવાની ધમકી આપીને નરાધમે બાળકીને પીંખી નાખી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે બાળકી તેના કાકાના લગ્નમાં જઇ રહી હતી. આ અંગે પરિવારને જાણ થતાં જ પરિવારના સભ્યોએ પોલીસમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે બસ ડ્રાઇવરના મિત્રને પકડી પાડ્યો હતો. જેનું નામ વિષ્ણુ હોવાનુ ખુલ્યું હતું. પોલીસે વિષ્ણુ સામે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથધરી છે.

  ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં જંબુસરના પીલુદ્રા ગામે 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરવાના મામલે આજે ભરૂચ પોક્સો કોર્ટે ઐતિહાસીક ચૂકાદો સંભલાવ્યો છે. ભરૂચ પોક્સો કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જંબુસરમાં આવેલાં પિલુદરા ગામે મહાદેવ મંદિરના પુજારીનાં 4 વર્ષનો પુત્ર રોહિત બપોરના સમયે પોતાના ઘરની આસપાસ રમતો હતો. બપોરના સમયે ગામમાં જ રહેતાં શંભુ રાયસિંગ પઢિયારે તેને આઇસક્રીમ ખાવાના બહાને લઇ ગયો હતો અને તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું અને તેની કરપીણ હત્યા કરી હતી. બનાવ સંદર્ભે વેડચ પોલીસે ગુનો નોંધી વધું કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને થો઼ડા સમયમાં ઝડપી પાડ્યો હતો.
  Published by:Ankit Patel
  First published: