
ભારતદેશનાં 52 શક્તિપીઠોમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીનો પણ અનેરો મહીમા છે. જ્યાં ચૈત્રી પુનમના રોજ માં અંબાના દર્શનનો વિશેષ મહત્વ માનવામાં આવે છે. આજે માં અંબા ના દર્શને લાખ્ખો પદયાત્રીઓ અંબાજી માં ઉમટી પડ્યાં હતા. ને અંબાજી નાં માર્ગો જયઅંબે નાં નાદ થી ગુંજી ઉઠ્યા હતા. શ્રદ્ધાળુંઓ પોતાની બાંધા માનતા પુરી કરવાં હાથ માં ધજા ને માથે માંડવી ને ગરબી લઇ માં અંબા ના દરબાર માં પહોચ્યાં હતા.