છોટાઉદેપુર : જૈન મુનિ રાજેન્દ્ર વિજય મહારાજ વિવાદોમાં સપડાયા, પોલીસ ફરિયાદ થતા મામલો ગરમાયો

News18 Gujarati
Updated: June 29, 2020, 9:08 PM IST
છોટાઉદેપુર : જૈન મુનિ રાજેન્દ્ર વિજય મહારાજ વિવાદોમાં સપડાયા, પોલીસ ફરિયાદ થતા મામલો ગરમાયો
મુનિ સામે ફરિયાદ નોંધાતા તેમના સમર્થકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.

આદિવાસીઓના મસીહાની છાપ ધરાવતા જૈન મુનિસામે પોલીસ ફરિયાદ નોધાતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

  • Share this:
સેહજબ ખત્રી, છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રહેતા જૈન મુનિ રાજેન્દ્ર વિજય મહારાજ વિવાદોમાં સપડાયા છે, મુનિના વતન બળદગામ ખાતે જૈન મંદિર પાસે આવેલ ડીઓસ કંપનીના સંચાલક દ્વારા મુનિને મારી નાખવાની ધમકી અપાઈ હોવાની વાત સામે આવી હતી. તો આજે કંપનીના સંચાલકે મુનિ સામે પોલીસ ફરિયાદ નોધાવી છે. તો સમગ્ર મામલે મુનિ દ્વારા છોટાઉદેપુર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ મુકેશ રાઠવાની સામે પણ મુનિએ આંગળી ચીંધતા મામલો ગરમાયો છે.

મૂળ કવાંટ તાલુકાનાં બળદગામ ના અને આદિવાસીમાથી જૈન મુનિબનેલા રાજેન્દ્ર વિજય મહારાજ પંથકમાં આદિવાસીઓના ઉત્થાન , વ્યસન મુક્તિ અને શિક્ષણ સહિત સામાજિક સમરસતા માટેના કામોને લઈ આદિવાસીઓમાં લોકપ્રિયતા ધરાવે છે. તો કવાંટ ખાતે એક મોડેલ શાળાનું સંચાલન પણ કરે છે, ત્રણ વર્ષ પૂર્વે રાષ્ટ્રપતિ સહિત દેશ અને રાજ્યના મંત્રીઓને નેતાઓ સાથે નિકટતા ધરાવે છે. ગત 20મી જૂન ના રોજ સાંજના સમયે કવાંટ તાલુકાનાં બળદગામ ખાતેના જૈન મંદીર પરિસરને અડીને આવેલ ડીઓસ સાત્વિક ફૂડ એન્ડ બેવરેજીસ પ્રા લીમીટેડ નામની કંપની ખાતે પોતાની શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે ગયા હતા ત્યારે તેઓની કંપનીના મેનેજર આકાશ મલિક સાથે બબાલ થઈ હતી અને તે વખતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ મુકેશ રાઠવા પણ કંપનીની ઓફિસમાં હતા.

મુનિએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે મુનિ મંદીર પરિસર માં ગયા ત્યારે ફેક્ટરીમાં મેનેજર આકાશ મલિકે કેટલાક અસમાજિક તત્વો સાથે ત્યાં હતો અને એ લોકો નશાની હાલતમાં હતા. જેને લઈ મુનિ અને કંપનીના મેનેજર સાથે ચકમક થઈ હતી અને તે વખતે યુવા મોરચાના પ્રમુખ મુકેશ રાઠવાએ મેનેજરનો પક્ષ લીધો હતો. બીજા દીવસે મુનિ એ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં એ પણ આરોપ લગાવ્યો હતો કે બબાલ બાદ રાત્રીના સમયે ફેક્ટરીના વૉચમેનને મેનેજરે જણાવ્યું હતું કે મુનિને અમો 25 -26 તારીખ સુધીમાં પતાવી દઇશું.

તેમ કહી વોચમેન ને ત્યાથી ભગાવી દીધો હતો. સમગ્ર મામલે મુનિ એ યુવા મોરચા પ્રમુખ મુકેશ રાઠવાના ઇશારે આ થઈ રહ્યું હોવાનું પણ આરોપ લાગાવ્યો હતો. મુનિને ધમકી મળ્યાના નિવેદન ને લઈ સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો અને મુનિના અનુયાયીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 217 વ્યક્તિઓને ચોંટ્યો Corona, વરાછા-કતારગામમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો

જોકે મુનિને જાનથી મારી નાખવાની ધમકીને લઈ મુનિએ કોઈ પોલીસ ફરિયાદ નોધાવી નહોતી. પરંતુ ત્રણ દિવસ બાદ આ મામલે નવો વળાંક આવ્યો છે. ડીઓસ કંપનીના માલિક આલોક વર્મા કે જેઓ મૂળ યુપીના છે તેમણે મુનિસામે ગંભીર આરોપ લગાવ્યા છે. કંપનીના માલિક આલોક વર્માએ મુનિસામે આરોપ લગાવતા જણાવ્યુ હતું કે મુનિએ આદિવાસીઓને ટામેટાના સારા ભાવ મળે એ માટે અમને અહી બોલાવી કંપની નાખવા જણાવ્યું હતું અને પ્રોડક્ટ નું વેચાણ કરાવી દેવા મદદ રૂપ થવાની બાહેધરી આપી હતી. જેને લઈ અમોએ અહી મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી કંપની સ્થાપી અને ઉત્પાદન શરૂ કર્યું.

કંપનીમાં મુનિનો કોઈ લાગભાગ કે હિસ્સો નથી છતાં મુનિઅઢી કરોડની માંગણી કરી રહ્યા છે અથવા પચાસ ટકા ભાગીદાર બનાવવાની માંગ કરી રહ્યા છે અને જો નહીં કરો તો તમોને અહીથી ભગાવી દઇશ તેવી ધમકી આપી રહ્યા હોવાનું અને આ વાતને લઈ તેઓ હેરાન ગતિ કરી રહ્યા છે. લિક આલોક વર્માના આરોપોને જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મુકેશ રાઠવાએ પણ સમર્થન આપતા મુનિસામે ગંભીર આરોપ લગાવતા તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની વાત કહી છે. સાથે મુનિને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ નારાજગી હોય તો તેનો બદલો આ રીતે મારી સાથે લઈ રહ્યા હોય તેવો આરોપ પણ લાગાવ્યો છે.

આ પણ વાંચો :  સુરત : પેટ્રોલ પમ્પના કર્મચારીની ચાકૂની અણીએ લૂંટ, 5.27 લાખ રૂ. ભરેલો થેલો ઝૂંટવી લુખ્ખા ફરાર

જોકે આ મામલે મુકેશ રાઠવાએ તો કોઈ ફરિયાદ નોધાવી નથી પણ ફેક્ટરીના સંચાલક આકાશ મલિકે મુનિઅને તેમની સાથે આવેલ તેમની શાળાના આચાર્ય અને શિક્ષક મળી કુલ ચાર લોકો સામે ખોટી રીતે હેરાન ગતિ કરતાં હોવાની અને અઢી કરોડ આપો નહિતર તગેડી મૂકવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા ના આરોપ સાથે કવાંટ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

ફેકટરી ના સંચાલક આકાશ માલિકે જણાવ્યુ કે જે મુનિએ પૈસાની માંગણી કરીને વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાવ્યુ અને જેને લઈ કવાંટ પોલીસે મથકે આકાશ મલિકે ફરિયાદ આપી છે જેમાં મુનિરાજેન્દ્ર વિજય મહારાજ સહિત જીતુભાઈ રાઠવા , બચ્ચન ભાઈ રાઠવા અને હસમુખભાઈ રાઠવા સામે ઇ પી કો 323 , 154 , 506(2), 114 મુજબ ગુનો નોધાયો
First published: June 29, 2020, 9:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading