પાવીજેતપુર ભાજપના વોટ્સએપમાં ગ્રુપમાં ઉગ્ર ચર્ચાના કારણે અથડામણ

 • Share this:
  પાવીજેતપુર: કાલે મોડી રાતે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે બે જૂથ વચ્ચે અથડામણ થતાં નાસભાગ મચી હતી. બંન્ને જૂથના ટોળા સામ સામે આવી ગયા હતાં અને એકબીજા પર પથ્થરમારો કરતાં મામલો બગડ્યો હતો. આ અથડામણમાં ભાજપ શહેર પ્રમુખ સહિત 4 લોકોને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવતાં પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો.

  જે કારણે મામલો ઉગ્ર બન્યો હતો તેના વોટ્સએપ ગ્રુપની ચેટ જોઈએ.  આ મામલે મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના ભાજપ વોટ્સએપ ગૃપમાં ઉગ્ર ચેટિંગને પગલે મામલો પાવીજેતપુર ખાતે મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટના વખતે જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમના કાર્યકરો તથા પાવીજેતપુર સરપંચ મોંટુભાઈ શાહના માણસો મારામારી પર ઉતરી આવ્યાં હતાં. જે દરમ્યાન જશુભાઈ રાઠવાનો શર્ટ પણ ફાટી ગયો હતો.  આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં
  Published by:Kaushal Pancholi
  First published: