Home /News /madhya-gujarat /ગરબા તો બહુ જોયા હશે, આવા નહીં! તારાપુરમાં વર્ષોથી રમાય છે અનોખા ગરબા

ગરબા તો બહુ જોયા હશે, આવા નહીં! તારાપુરમાં વર્ષોથી રમાય છે અનોખા ગરબા

તારાપુરના પ્રસિદ્ધ ગરબા

Tarapur Dorda Ras: તારાપુર ખાતે યોજાતા ગરબામાં દોરડા રાસ વિશેષ આકર્ષણ જમાવે છે. અહીંનો દોરડા રાસ ખૂબ જ પ્રખ્યાત છે. આ રાસ ફક્ત ગામના લોકો જ રમે છે. આ ગરબામાં 40 જેટી દોરીની મદદથી એક ચોટલો ગૂંથાય છે.

    છોટાઉદેપુર: પાવી જેતપુરમાં આવેલા નાનકડા એવા તારાપુર ગામના અવનવા ગરબા આજુબાજુનાં પંથકમાં ખૂબ પ્રસિદ્ધ થયા છે. નવરાત્રીમાં આમ તો અનેક પ્રકારના ગરબા રમતા હોય છે. એવી જ રીતે તારાપુરમાં પણ ઘણાબધા પ્રકારના ગરબા રમાય છે. જોકે, થાળી ગરબા અને દોરડા રાસ અહીંની ખાસિયત છે. પાવી જેતપુરની બાજુમાં જ તારાપુર ગામ આવેલું છે. અહીં મોટેભાગે પાટીદાર સમાજની વસ્તી છે. અહીંયા નવરાત્રીમાં 1થી 21 તાળીના ગરબા રમાય છે.

    મળતી માહિતી પ્રમાણે ખોબા જેવડા તારાપુર ગામમાં માંડ 30 ઘરો છે. એમાં પણ અડધાથી વધારે ઘર બંધ હાલતમાં છે. અહીંના લોકો વિદેશમાં સ્થાયી થયા છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં રહે છે. જોકે, ગામમાં હજાર લોકો ખૂબ જ ધામધૂમ પૂર્વક નવરાત્રીની ઉજવણી કરે છે. આ રીતે અહીં છેલ્લા 70 વર્ષથી ભવ્યતાથી પારંપરિક ગરબા કરવામાં આવે છે. આ ગામમાં માત્ર 100થી 150 જેટલા લોકોની વસ્તી છે.

    આ પણ વાંચો: 40,000 દીવાડાથી ઝગમગી ઉઠ્યું ઉમિયાધામ, જુઓ VIDEO

    ચોટલો ગૂંથવામાં આવે છે!


    તારાપુર ખાતે યોજાતા ગરબામાં દોરડા રાસ વિશેષ આકર્ષણ જમાવે છે. અહીંનો દોરડા રાસ ખૂબ જ પ્રખ્યાત છે. આ રાસ ફક્ત ગામના લોકો જ રમે છે. આ ગરબામાં 40 જેટી દોરીની મદદથી એક ચોટલો ગૂંથાય છે. દરેક વ્યક્તિના હાથમાં બે દોરી હોય છે, એટલે કે 20 યુગલ તરફથી આ રાસ રવામાં આવે છે. ગરબા રમતાં રમતાં ત્રણ ચાર ફૂટ જેટલો ચોટલો ગૂંથાયા બાદ તેમાં મટકી મૂકવામાં આવે છે. બાદમાં ફરીથી આ જ રાસને ઉલટા ક્રમમાં રમવામાં આવે છે અને મટકી ઉતારવામાં આવે છે. આ રીતે દરોડા રાસ રસમાવામાં આવે છે. આ રાસને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. ખરેખરે આ રાસને જોવો જિંદગીનો એક લ્હાવો છે.


    થાળી રાસ


    ​​​​​​​તારાપુરમાં થાળી ગરબા અને દોરડા રાસની ખાસીયત છે. અહીંયા ગામની મહિલાઓ હાથમાં થાળી લઇને ગરબા રમતી નજરે પડે છે. કેટલીક મહિલાઓ એક થાળી તો કેટલીક મહિલાઓ બન્ને હાથમાં થાળી લઇને ગરબા રમે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Festival, Garba, Navratri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन