છોટાઉદેપુર : સંબંધોની હત્યા, ભત્રીજા બન્યા ખૂની! પોતાના જ કાકા-કાકીનું કર્યુ ખૂન

છોટાઉદેપુર : સંબંધોની હત્યા, ભત્રીજા બન્યા ખૂની! પોતાના જ કાકા-કાકીનું કર્યુ ખૂન
ભત્રીજાના હુમલામા મોતને ભેટનાર કાકા-કાકીના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાયું

પંચમહાલ બાદ હવે છોટાઉદેપુરમાં ભત્રીજાએ કાકા-કાકીની હત્યા કરી, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

  • Share this:
    સેહજબ ખત્રી, છોટાઉદેપુર : હજુ તો છોટાઉદેપુરના (chhotaudepur) પાડોશી પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ભત્રીજાએ કાકા-કાકીની (Nephew Killed Uncle Aunty) હત્યા કરી હોવાની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં ફરી એક વાર ભીત્રીજાએ કાકા-કાકીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર (Rangpur) પાસે આવેલા દડી ગામે ડબલ (Dadi Double Murder case) મર્ડરની ઘટના થતા હાહાકાર મચી ગયો છે. અહીંયા સંબંધોની હત્યાની ઘટના સામે આવી છે અને પોલીસ દોડતી થઈ ગઈ છે. જ્યાં એક ભત્રીજાએ પોતાના જ કાકા-કાકીને તીક્ષ્ણ હથિયારોના ઊપકાછાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા છે.

    પંચમહાલ : ભત્રીજાએ કુહાડીનાં ઘા ઝીંકી કાકા-કાકીની હત્યા કરી, જેને આપ્યો સહારો એજ બન્યો હત્યારો



    બનાવની વિગત એવી છે કે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથકમાં ડબલ મર્ડરની એક ઘટના સામે આવી છે. આ કેસની વિગતો મુજબ દડી ગામે જમીનની જૂની અદાવતમાં રાઠવા પરિવારમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં ભત્રીજો જ ખૂની બન્યો અને તેણે પોતાના કાકા-કાકીનું ખૂન કર્યુ છે. ગઈકાલે રાત્રે આ ભત્રીજાએ પોતાના કાકા-કાકીના ઘરે જઈ અને તેમના પર હુમલો કરી દીધો હતો.

    ખૂની ખેલ ખેલનારા ભત્રીજાઓને પોલીસે રાઉન્ડ કરી લીધા હોવાના અહેવાલ છે. મોહન રાઠવા ઉં.વ 50 અને તેમના પત્ની સ્મૃતિબેન રાઠવાનું તેમના જ ભત્રીજાઓએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી અને ખૂન કર્યુ છે. રંગપુર પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે અને વઘુ સત્ય તો તપાસ બાદ પોલીસ જાહેર કરે તેવી શક્યતા છે પરંતુ હાલમાં પ્રાપ્ત વિગતો મુજબ આ ખૂની ખેલ જમીનની અદાવતમાં ખેલાયો છે.

    રાઠવા પરિવારમાં હત્યાકાંડનો માતમ ભત્રીજાએ કરી સંબંધોની હત્યા


    આ પણ વાંચો : અમદાવાદ: ઘર કંકાસમાં માતાએ ફૂલ જેવી દીકરીને લટકાવી પોતે પણ આપઘાત કરી લીધો

    બે અઠવાડિયા પહેલાં પંચમહાલમાં પણ ભત્રીજાએ કાકા-કાકીની હત્યા કરી હતી

    ગત ચોથી એપ્રિલના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભત્રીજાએ સામાન્ય બાબતે પોતાના કાકા કાકીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. સંભાલી ગામમાં બનેલી ઘટનામાં પોલીસે હત્યારા ભત્રીજાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી. કાકા કાકી ઘેર એકલા જ હતા દરમિયાન ભત્રીજાએ કાકાએ કામ કાજ કરવા અંગે આપેલા ઠપકા મુદ્દે આવેશમાં આવી આશ્રય આપનારા કાકા કાકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યાં રાત્રે એક જ ખાટલા પર ઉંઘી ગયેલા કાકા-કાકીને ભત્રીજાએ કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
    Published by:Jay Mishra
    First published:April 19, 2021, 16:11 pm

    ટૉપ ન્યૂઝ