નસલાડી તાલુકાના ચામેઠા ગામે વાવનું દુષિત પાણી પીવાથી બેનાં મોત, 20થી વધુ લોકો સારવાર હેઠળ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા ગામે વાવનું દુષિત પાણી પીવાથી ઝાડા-ઉલટી થતાં વૃદ્ધા અને બાળકી મળી બેનાં મોત થયા છે. જ્યારે 20થી 25 જેટલા લોકો ઝાડા-ઉલ્ટીના ભરડામાં આવી જતા સારવાર હેઠળ છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા ગામે વાવનું દુષિત પાણી પીવાથી ઝાડા-ઉલટી થતાં વૃદ્ધા અને બાળકી મળી બેનાં મોત થયા છે. જ્યારે 20થી 25 જેટલા લોકો ઝાડા-ઉલ્ટીના ભરડામાં આવી જતા સારવાર હેઠળ છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટાઉદેપુર# છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા ગામે વાવનું દુષિત પાણી પીવાથી ઝાડા-ઉલટી થતાં વૃદ્ધા અને બાળકી મળી બેનાં મોત થયા છે. જ્યારે 20થી 25  જેટલા લોકો ઝાડા-ઉલ્ટીના ભરડામાં આવી જતા સારવાર હેઠળ છે.

નસવાડી તાલુકાનું આશરે 2000 વસ્તી ધરાવતા ચામેઠા ગામમાં પીવાના પાણી માટે ગામના તમામ હેન્ડ પંપ બંધ હોઈ પાણીની કોઈ સુવિધા ન હોવાને કારણે મજબૂર બનેલા ગ્રામજનોને જીવંત રહેવા ગામમાં આવેલ અવાવરૂં કુવા માંથી દુષિત પાણી પીતા હતા. પરંતુ ગામ લોકોને વાવનું પાની પીવું જાનલેવા સાબિત થયું છે. દુષિત પાણીના કારણે  ઝાડા-ઉલટી થતાં વૃદ્ધા અને 11 વર્ષની બાળકીને ગુમાવવો પડ્યો પોતાનો જીવ. જ્યારે 20થી 25 જેટલા લોકો સારવાર હેઠળ છે.

ચામેઠા ગામમાં આવેલા અવાવરૂં કૂવા માંથી ગામ લોકોએ દૂષિત પાણી પિતા કેટલાક લોકો ઝાડા-ઉલ્ટીના ભોગ બન્યા છે. પાંચથી છ દિવસથી લોકોને અસર થતાં કેટલાક લોકો નસવાડી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર દોડી ગયા હતા. તો કેટલાકની હાલત ગંભીર જણાતા બોડેલી તથા વડોદરા તરફની વાટ પકડી હતી. આમ ગામના લગભગ 20થી 25 લોકોને અસર થઈ હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ફોર્માલિટી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ ગામલોકો કરી રહ્યાં છે. ઝાડા-ઉલ્ટીને કારણે ગામમા બે લોકોના મોત થતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા 11 ટીમો બનાવી કામગીરી હાથ ધરવમાં આવી હોવાનું આરોગ્ય અધિકારી જણાવી રહ્યાં છે, પરંતુ ગામના બે લોકોનાં મોત થવા અંગે ગામલોકો ના કહેવા પ્રમાણે તેઓના ઝાડા-ઉલ્ટીના કારણે મોત થયા હોવાનું જણાવી રહ્યાં છે. હજી ક્યાં સુધી ગામલોકોને આવું દુષિત પાણી પીવા મજબૂર રહેવું પડશે ?
First published: