Home /News /madhya-gujarat /

છોટાઉદેપુર : નસવાડીમાં શરમજનક ઘટના, મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર

છોટાઉદેપુર : નસવાડીમાં શરમજનક ઘટના, મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર

મહિલાને માર મારવાનો વીડિયો વાયરલ.

પરિણીત યુવતીને લઈને ભાગી ગયેલા કુંવારા યુવકની માતાને ઢોર માર મારવામાં આવ્યો હતો.

    છોટાઉદેપુર : મહિલા પર અત્યાચાર કરવામાં આવતો હોય તેવો ફરી એક બનાવ સામે આવ્યો છે. આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નસવાડી (Nasvadi)ના ધનિયાઉમરવા ગામ ખાતે એક મહિલાને ઢોર માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

    મળતી માહિતી પ્રમાણે પરિણીત યુવતીને લઈને ભાગી ગયેલા કુંવારા યુવકની માતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. મહિલાને ઘરના દરવાજાથી રોડ સુધી ઢસડીને માર મારવામાં આવ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે છેલ્લા છ મહિનાથી મહિલાનો કુંવારો પુત્ર એક પરિણીત યુવતીને લઈને ગુમ થઈ ગયો છે.

    જે બાદમાં સામાપક્ષના લોકોએ 'મારી દીકરીને શોધી લાવ' કહીને મહિલાને ઢોર માર માર્યો હતો. આ મામલે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે માર મારનાર ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

    વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા સાથે વાતચીત બાદ એક વ્યક્તિ અચાનક મારામારી શરૂ કરી દે છે. મહિલાને જમીન પર પછાડી દેવામાં આવે છે અને તેને ઢીકા-પાટુનો માર મારવામાં આવે છે. આ દરમિયાન ત્યાં બીજા લોકો પર હાજર હોય છે. વીડિયોમાં માર મારનાર વ્યક્તિ હાથમાં લાકડી લઈને અન્ય તોડફોડ કરતો પણ જોવા મળે છે. આ દરમિયાન મહિલા મારને કારણે બૂમો પાડી રહી છે. મહિલાને માર મારવાનું આ કૃત્ય ખરેખર શરમજનક છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chhotaudepur, Woman, ગુનો, પોલીસ, વાયરલ વીડિયો

    આગામી સમાચાર