લૉકડાઉન : વીડિયો કોલથી રમઝાન ઈદની શુભેચ્છા પાઠવતા મુસ્લિમ બિરાદરો

News18 Gujarati
Updated: May 25, 2020, 4:54 PM IST
લૉકડાઉન : વીડિયો કોલથી રમઝાન ઈદની શુભેચ્છા પાઠવતા મુસ્લિમ બિરાદરો
ઈદની ઉજવણી.

  • Share this:
સેહજબ ખત્રી, છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ઉજવણી દરમિયાન લૉકડાઉનને અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા પોતાના ઘરોમાં જ રહી નમાઝ અદા કરી હતી. આ રીતે ઈદની ઉજવણી કરીને મુસ્લિમ બિરાદરોએ કોરોના વાયરસથી દેશ વહેલી તકે મુક્ત થાય તે માટે દુઆ માંગી હતી.

હાલ સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસની મહામારીને લઈ લૉકડાઉન ચાલી રહ્યું છે. હાલ લૉકડાઉનનો ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ દરમિયાન મુસ્લિમ સમાજનો સૌથી મોટો પર્વ રમઝાન ઈદ આવી છે. આ ઉજવણીમાં ઈદની ખાસ નમાઝ અદા કરવાની હોય છે. આ નમાજમાં લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડતાં હોય છે, પરંતુ લૉકડાઉનને લઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું હોય મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરોમાં જ રહી નમાઝ અદા કરીને ઈદની ઉજવણી કરી હતી.લોકો મોબાઈલ ફોન પર તેમજ વીડિયો કોલ દ્વારા એકબીજાને શુભેચ્છા પણ પાઠવતા નજરે પડ્યા હતા. મુસ્લિમ સમાજ ઉનાળાની આકરી ગરમી હોવા છતાં પવિત્ર રમઝાનમાં આખા મહિનાના રોજા રાખી અલ્લાહની બંદગી કરી અને પોતાના રબને રાજી કરવાનો પ્રયાસ કરતો હોય છે.

આ પણ વાંચો : સુરત હીરા બજાર ખુલતાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરેલીરા ઉડ્યાં, પહેલાની જેમ ટોળાં દેખાય

મુસ્લિમ બિરાદરોએ આ વખતે દેશમાં કોરોના જેવા રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે દેશ અને દુનિયા કોરોનાના સંકટમાંથી વહેલી તકે મુક્ત થાય તે માટે ખાસ દુઆ માંગી હતી. આ સાથે જે લોકો કોરોનાના વાયરસમાં સપડાયેલા છે તે વહેલી તકે સાજા થાય તે માટે પણ ખાસ દુઆ માંગવામાં આવી હતી.
First published: May 25, 2020, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading