અકસ્માતમાં માતાનું મોત થતાં ભાઈએ ભાઈ સામે નોંધાવી ફરિયાદ

શિનોરમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. જેમાં માતાના મોત બાદ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

News18 Gujarati
Updated: December 4, 2018, 12:39 PM IST
અકસ્માતમાં માતાનું મોત થતાં ભાઈએ ભાઈ સામે નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: December 4, 2018, 12:39 PM IST
સામાન્ય રીતે અકસ્માત થયા અને પોતાનું સ્વજન ગુમાવે એ વ્યક્તિ સામેવાળા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ કરતા હોવાના કિસ્સા બનતા હોય છે પરંતુ શિનોરમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. જેમાં માતાના મોત બાદ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

શિનોર તાલુકાના સાધલી ગામે રવિવારે લાકડા ભરેલી ટ્રકના પાછળના વ્હીલ નીચે ચગદાઇને મોતને ભેટેલી માતાના મોટા પુત્ર દ્વારા તેના નાના ભાઇ જે બાઇક ચલાવતો હતો તેની સામે ગુનો નોંધાવતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે તા.2-12-18 બપોરના 3.30 અરસામાં બાઇક ઉપર લઇને કલ્પેશ કનુભાઇ રાઠોડ પોતાની માતા શારદાબેન કનુભાઇ રાઠોડને બેસાડીને સાધલીના મુખ્ય માર્ગ પંચવટી બાગ સામે લાકડા ભરેલી ટ્રકને ઓવર ટેક કરવા જતા તેની બાઇકના સ્ટીયરિંગનો ભાગ ટ્રક સાથે અથડાતા બેલેન્સ ગુમાવતા પાછળ બેઠેલી તેની માતા પટકાતાં ટ્રકના પાછળના વ્હીલમાં માથું આવી જતાં સ્થળ ઉપર જ મોત થયું છે.

આ પણ વાંચોઃ-કાળો રવિવાર! રાજ્યમાં 6 અકસ્માત, લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલા યુવક સહિત 6ના મોત

બાઇક ચાલક પુત્ર દ્વારા પુરઝડપે ગફલતભરી હાલતમાં ઓવરટેક કરવામાં પોતાની માતાનું મોત થયું હતું. શિનોર પોલિસ સ્ટેશનમા બાઇક ચાલકના મોટાભાઇ એવા 26 વર્ષીય હિતેશ રાઠોડે તેના નાના ભાઇ કલ્પેશ સામે ફરિયાદ નોંધાવી છે. આખી ફરિયાદમાં ટ્રક ડ્રાઇવર કે ટ્રક દ્વારા અક્માતની નોંધ નથી.

 
First published: December 4, 2018
વધુ વાંચો अगली ख़बर