છોટાઉદેપુરઃ સગીરા ઉપર યુવકનું દુષ્કર્મ, ભાભીએ કરી રેપમાં મદદ

આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં બની છે.

આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં બની છે.

 • Share this:
  ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે બનતી રહે છે. હવસના પુજારીએ માજા મુકી હોય એમ નાની બાળકીથી લઇને મોટી મહિલાઓને પોતાનો હવસનો શિકાર બનાવે છે. આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં બની છે. જેમાં નર્મદાની સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. યુવકે દુષ્કર્મ કર્યા બાદ સગીરાને ગામ નજીક છોડી દીધી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ કેસમાં નવાઇની વાત એ છે કે સગીરાની ભાભીએ દુષ્કર્મમાં મદદ કરી હોવાનું પણ ખુલ્યું છે. પોલીસ યુવક અને યુવતીની ભાભી સામે ગુનોં નોંધ્યો છે. પોલીસ યુવક વિરૂદ્ધ બળાત્કાર અને પોસ્કોની કલમ હેઠળ ગુનો નોધ્યો છે.

  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ છોટાઉદેપુરમાં કાકાની જાનમાં જતી બાળકી ઉપર રેપ થયો હતો. આ અંગે વાત કરીએ તો છોટા ઉદેપરુ જિલ્લાના પાવી જેતપુર તાલુકાના એક ગામમાં લગ્નમાં એક જાન જઇ રહી હતી. આ દરમિયાન લક્ઝરી બસમાં નવ વર્ષની બાળકી એકલી હતી. એકલાતનો લાભ લઇને બસ ડ્રાઇવરના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. જાનથી મારી નાખવાની ધમકી આપીને નરાધમે બાળકીને પીંખી નાખી હતી.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે બાળકી તેના કાકાના લગ્નમાં જઇ રહી હતી. આ અંગે પરિવારને જાણ થતાં જ પરિવારના સભ્યોએ પોલીસમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે બસ ડ્રાઇવરના મિત્રને પકડી પાડ્યો હતો. જેનું નામ વિષ્ણુ હોવાનુ ખુલ્યું હતું. પોલીસે વિષ્ણુ સામે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથધરી છે.
  Published by:Ankit Patel
  First published: