Home /News /madhya-gujarat /છોટાઉદેપુરઃ માનસિક અસ્વસ્થ જશવંત અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં છે માસ્ટર

છોટાઉદેપુરઃ માનસિક અસ્વસ્થ જશવંત અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં છે માસ્ટર

માનસિક અસ્વસ્થ જશવંતની તસવીર

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના બૈડિયા ગામનો માનસિક વિકલાંગ આદીવાસી યુવક બાલમંદિર કે શાળામાં કક્કો સુદ્ધાં ભણ્યો ન હોવા છતાં પણ અસાધારણ બુદ્ધી ધરાવે છે.

પેઢીઓથી એક સભ્ય પણ શાળાનું પગથિયું ચડ્યા ન હોય એવા ઘરમાં અભણ વ્યક્તિ પણ અંગ્રેજી - ગુજરાતી જેવી ભાષામાં માસ્ટર હોય તો નવાઇની વાત કહેવાય. વાત જાણે એમ છે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના બૈડિયા ગામનો માનસિક વિકલાંગ આદીવાસી યુવક બાલમંદિર કે શાળામાં કક્કો સુદ્ધાં ભણ્યો ન હોવા છતાં પણ અસાધારણ બુદ્ધી ધરાવે છે.

ગુજરાત સમાચાર પત્રમાં આવેલા આર્ટિકલ પ્રમાણે મોંઢેથી બોલવા અશક્ત આ યુવક ગુજરાતીને અંગ્રેજીમાં અને અંગ્રેજી લખાણને ગુજરાતીમાં સ્પષ્ટ લખી જાણે છે. 25 વર્ષનો આ યુવાન માનસિક અસ્વસ્થ્ય છે. બૈડીયા ગામમાં એક માત્ર આ યુવાન જ અંગ્રેજીમાં લખી જાણે છે. કુદરતે કેટલાક જીવો એવા બનાવ્યાં છે કે માનાં પેટલમાંથી જ બુધું શીખીને દુનિયામાં આવ્યા હોય છે. જેમ કે કરોળિયો જન્મતા જ જાળું બનાવવાની કળા જાણતો હોયછે. દરજીડો પક્ષીનું બચ્ચું ક્યાંયે શીખવા જતું હોતું નથી.

જોકે, માણસ એવું પ્રાણી નથી. માણસે જાતે દુનિયામાં શિક્ષણ લેવું પડે છે અને તે આધારે શીખે છે. હકીકતમાં બૈડીયાનો માનસિક અસ્વસ્થ યુવાન જશવંત રાઠવા માના પેટમાંથી આ હુનર શીખીને આવ્યો છે. તેના પિતા મનકરભાઇ લોબાનભાઇ રાઠવાએ આ અંગે જણાવ્યું હતું કે, અમારી સાત પેઢી મને યાદ છે ત્યાં સુધી ભણી જ નથી. હું પણ એક ધોરણ ભણ્યો નથી.

મારો પુત્ર જશવંત માનસિક અસ્વસ્થ છે. તેવું અમને તે ચાલતો થયો ત્યારે ધ્યાનમાં આવ્યું હતું. તેની માનસિક સ્થિતિ સારી નહોવાથી અમે ભણાવ્ય પણ નથી. છતાં તે અંગ્રેજીમાં જે કહીએ તે લખી નાખે છે. છતાં તે લખી શકવાની તાકાત ક્યાંથી લાવ્યો તે અમને જાણતા નથી. આ કૂદરતી રીતે જ તે કરી રહ્યો છે તેમ અમે માનીએ છીએ.

આ યુવાન અસ્વસ્થ બોલી શકતો નથી. ગામમાં જ્યાં ત્યાં ભટક્યાં કરે છે. પણ તેનામાં અસાધારણ કૂદરતી શક્તિઓ સમાયેલી છે. તે લખતા શીખ્ય નથી છતાં લખે છે. તે પરાળમાંથી ટેમ્પો, ટ્રેક્ટર બનાવી દેડકાને દોરા વડે બાંધી સ્લીપરના ગોળ કટિંગ કરી પૈડાં જોડી ગામમાં ગાડી બનાવી દોડાવે છે. દેડકો કૂદે અને આગળ ધમે અને ગામના લોકો પણ આ આશ્ચર્યજનક ગાડીને જોઇ અવાચક બની જતાં હોવાનું જશવંતના પિતા માને છે.
First published:

Tags: Amazing