બોડેલી : લક્ઝરી બસનાં છાપરા પર મહિલા મુસાફર સાથે ગેંગરેપ, ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ

News18 Gujarati
Updated: February 22, 2020, 8:27 AM IST
બોડેલી : લક્ઝરી બસનાં છાપરા પર મહિલા મુસાફર સાથે ગેંગરેપ, ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

એક મહિલાએ બસનાં ક્લીનરને ફરિયાદ કરતા જણાવ્યું કે, રાતે સૂવા માટે પૂરતી જગ્યા નથી.

  • Share this:
બોડેલી : છોટાઉદેપુર બોડેલી રોડ પર મધ્યપ્રદેશથી આવતી લક્ઝરી બસ મુસાફરો માટે એક હોટલ પાસે ઉભી હતી. જેમાં એક મહિલાએ બસનાં ક્લીનરને ફરિયાદ કરતા જણાવ્યું કે, રાતે સૂવા માટે પૂરતી જગ્યા નથી. જેથી બસનાં વધારાનાં ડ્રાઇવર તથા ક્લીનરે મહિલા મુસાફરને બસનાં છાપરા પર લઇ જઇને તેને ધાકધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે છોટાઉદેપુર પોલીસે બળાત્કારનો ગુનો નોંઘીને બસનાં વધારાનાં ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશનાં ધાર જિલ્લામાંથી પોરબંદર તરફ જતી લક્ઝરી બસમાં એક યુવાન પરિણીતા મુસાફરી કરી રહી હતી. તેને પોરબંદર જવાનું હતું. રાતે 9.30 કલાકે આ બસ બોડેલી રોડ પર આવી હતી. જેથી બસનાં ડ્રાઇવરે એક હોટલ પાસે આ બસને ઉભી રાખી હતી. બસમાંથી મોટાભાગનાં મુસાફરો નીચે ઉતરીને જમવા ગયા હતાં. તે દરમિયાન યુવાન પરિણીતાએ બસનાં વધારાનાં ડ્રાઇવર અને ક્લીનરને જઇને ફરિયાદ કરી હતી કે, બસમાં સૂવા માટે પૂરતી જગ્યા નથી એટલે કોઇ વ્યવસ્થા કરી આપો. યુવતીની એકલતાનો ફાયદો ઉઠાવીને આ બંન્ને જણ તેને બસની ઉપર લઇ જઇને ત્યાં સૂવાનું કહ્યું હતું. પરિણીતાએ અહીં સૂવાની ના પાડતા વધારાના ડ્રાઇવરે ઉશ્કેરાઇને તેને ધમકી આપી હતી કે અહીં જ સૂઇ જજે નહીં તો તને બસની નીચે ફેંકી દઇશું. તે દરમિયાન ક્લીનર તેની નજીક આવીને શારીરિક અડપલાં કર્યાં હતા. જે જોઇને બસનો વધારાનો ડ્રાઇવર નીચે ઉતરી ગયો હતો. આ તકનો લાભ લઇને ક્લીનરે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. થોડી વાર બાદ વધારાનો ડ્રાઇવર ફરી આવ્યો હતો અને તેને જોઇને ક્લીનર નીચે ઉતર્યો અને ડ્રાઇવરે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યો હતો.

આ પણ વાંચો : શું તમારા બાળકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે? વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

આ અંગેની પરિણીતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને બસનાં વધારાનાં ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી હતી.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 22, 2020
વધુ વાંચો
अगली ख़बर