છોટાઉદેપુર: મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી ઘૂસાડાતો દારૂ જપ્ત, એક આરોપીની ધરપકડ

મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી ઘૂસાડાતો કુલ રૂ.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

  • Share this:
    છોટાઉદેપુરમાં બુટલેગરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ગેરકાયદેસર લવાતો દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસે કાર્યવાહી હાથ ધરતા મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી ઘૂસાડાતો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમા 2 બોટ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

    માહીતી મુજબ છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી દારૂ ઘૂસાડાતો હોવાની માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા પોલીની કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યુ કે આ દારૂ મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી હેરફેર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ પોલીસે તપાસમાં દારૂ સાથે 2 બોટ ઝડપી પાડી હતી અને કુલ રૂપિયા 22 લાખનો મુદ્દા માલ સાથે એક આરોપની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તો આ તમામ દારૂનો જત્થો ક્વાંટ પોલીસ મથકમાં લવાયો છે.

    કુલ રૂ.22 લાખનો મુદ્દામાલ જપ્ત


    2 બોટ સાથે એક આરોપીની ધરપકડ


    આ દારૂ કેવી રીતે ઘૂસાડવામાં આવ્યો અને હજુ કેટલા બુટલેગરો આમાં સામેલ છે તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

    ઉલ્લેખનીય છે કે કથિત લઠ્ઠાકાંડ બાદ હવે રાજ્યમાં ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર પોલીસે રેડ કરવાની શરૂ કરી દીધી છે. બે દિવસથી પોલીસ અનેક અડ્ડાઓ ઉપર સર્ચ ઓપરેશન કરી રહી છે.
    Published by:Bhoomi Koyani
    First published: