છોટાઉદેપુર : MPમાં ટ્રક પલટી જતા આગ લાગી, અકસ્માતમાં Truck ચાલક બળીને ભડથું થઈ ગયો - VIDEO

અકસ્માતમાં મોતને ભેટેલો ટ્રક ચાલકા છોટાઉદેપુર જિલ્લાનો વતની હતો. ચાલકના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ટ્રકમાં ભડભડ આગ લાગતા ચાલકને કૂદવાનો સમય પણ મળ્યો ન હોવાનું સ્થાનિકોનું કહેવું હતું. અકસ્માતમાં છોટાઉદેપુરના ચાલકનું મોત

 • Share this:
  છોટાઉદેપુર : રાજ્યની સરહદે આવેલા મધ્યપ્રદેશના (Madhya Pradesh) અલિરાજપુરના (alirajpur)ના જોબટ પાસે કાલે સાંજે એક ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક (Truck) રોડ પરથી પલટી ગયો હતો અને તેમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતાની સાથે જ ટ્રક ભડભડ બળવા લાગ્યો હતો. ટ્રકમાં આગ એટલી વિકરાળ હતી કે તેનો ચાલક લાઇવ (Live) આગમાં બળીને ભડથું થઈ ગયો હતો. મૃતક ટ્રક ચાલક છોટાઉદેપુરનો રહેવાસી હતો

  પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના શનિવારે મોડી સાંજે બની હતી. ભડભડ બળતા ટ્રકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતમાં છોટાઉદેપુરના ચાલક મહેમુદ મોહમ્મદ હુસેન ભટ્ટીનું મોત નીપજ્યું હતું.

  આ પણ વાંચો : કચ્છ : પાકિસ્તાનના કાવતરાનો પર્દાફાશ, નલીયા એરબેઝની જાસૂસી કરનાર અબડાસાના શખ્સો ઝડપાયા

  બનાવની વિગત એવી છે કે છોટાઉદેપુરનો મહેમુદ મોહમ્મદ હુસેન ભટ્ટી ટ્રક ચાલકે છે. ગુજરાતથી પુટ્ટી ભરી મધ્યપ્રદેશ જઈ રહ્યો હતો. દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના કનવાડા પાસે ગત સાંજે પલટી મારી ગયો હતો.

  ટ્રકનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા પલટી મારી હતી. ત્યારબાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી. જેમાં ડ્રાઈવર મહેમુદ મોહમ્મદ હુસેન ભટ્ટી બળીને ભડથું થઈ ગયો હતો.  આ પણ વાંચો : સુરત ગેંગરેપ : પોલીસે ઝડપેલા મોટી વગ ધરાવતા મુખ્ય આરોપી પરેશ તળાવિયાનું રાજકીય કનેક્શન ખુલ્યું

  અમદાવાદમાં બલેનો કારમાં આગ લાગતા ચાલક ભડથું થઈ ગયો હતો

  ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી કારમાં અને વાહનોમાં આગ લાગવાની ઘટના ઘટી રહી છે. જેમાં તાજેતરમાં જ અમદાવાદમાં એક વિચલિત કરી દે તેવી ઘટના સામે આવી હતી. જેમાં કાર ચાલક કારની અંદર જ આગ લાગતા ભડથુ થઈ ગયો હતો.. આ સમગ્ર લાઈવ મોતની ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો., જે વિચલિત કરી દે તેવો હતો. અમદાવાદ શહેરના ઈન્દિરા બ્રિજ નજીક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કારમાં અચાનક આગ લાગી, જેમાં કાર ચાલક બહાર જ ન નીકળી શક્યો અને કારની ડ્રાઈવર સીટ પર ભડ-ભડ સળગી ભડથુ થઈ ગયો હતો.
  Published by:Jay Mishra
  First published: