Chhota Udepur news: ભોરદામાં ભેખડ ધસી પડતાં બે મજૂરોના મોત, માત્ર રૂ.25ની મજૂરી માટે ગુમાવ્યો જીવ
Chhota Udepur news: ભોરદામાં ભેખડ ધસી પડતાં બે મજૂરોના મોત, માત્ર રૂ.25ની મજૂરી માટે ગુમાવ્યો જીવ
મૃતક મજૂરોની ફાઈલ તસવીર
chhota udepur crime news:છોટાઉદેપુર (chotaudepur) જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભોરદા ગામે રેતીનું ખોદકામ કરતાં સમયે ભેખડ ધસી (landslide) પડવાથી બે શ્રમિકો દબાઈ (two labor died) જતા તેમના કમાટીભર્યા મોત નિપજ્યા હતા.
સેહજબ ખત્રી, છોટાઉદેપુર: સફેદ રેતીના (White sand) કાળા કારોબારના (black market) આંતરરાજ્ય કૌભાંડમાં આજે બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રતિ વ્યક્તિ 25 રૂપિયાની મજૂરી માટે આવેલા 6 મજૂરો પૈકી બે શ્રમિકોએ આ ગોઝારી ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને મૃતકોમાં એક 15 વર્ષીય યુવક પોતના ઘરનો એકનો એક દીકરો હતો, જ્યારે આ દુર્ઘટનામાં 4 સંતાનોના પિતાએ (father died) પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
છોટાઉદેપુર (chotaudepur) જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભોરદા ગામે રેતીનું ખોદાણ કરતાં સમયે ભેખડ ધસી પડવાથી બે શ્રમિકો દબાઈ જતા તેમના કમાટીભર્યા મોત નિપજ્યા હતા. ગુજરાતની હદમાંની નદીમાંથી રેતી ખનન (sand mining) કરી નજીકમાં જ મધ્ય પ્રદેશના ખેતરમાં રેતીનો ગેરકાયદેસર સ્ટોક કરાતો હતો. અહીં 150 રૂપિયા પ્રતિ ટ્રેક્ટરે મજૂરી માટે 6 શ્રમિકો કામે લાગ્યા એટલે વ્યક્તિ દીઠ માત્ર 25 રૂપિયા મજૂરી મળવાની હતી.
પરંતુ આ શ્રમિકોને મજૂરી તો ના મળી પરંતુ દુર્ઘટના સર્જાતા 4 સંતાનોના પિતા એવા 35 વર્ષીય પારસિંગ રાઠવા અને 15 વર્ષીય રણજિત રાઠવાનું મોત નીપજ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક રણજિત તેના પિતાનો એક માત્ર સહારો હતો, જ્યારે ઘટના સમયે છ શ્રમિકો પૈકી મૃતકની પત્ની પણ ત્યાં હાજર હતી. જેને પોતાના પતિને આંખો સામે દમ તોડતો જોયો છે.
ફક્ત 25 રૂપિયા મજૂરી માટે બે લોકોના જીવ ગુમાવવાની ઘટનાને લઈ બે પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. એક સાથે બે મોતથી સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે. આ ગમખ્વાર ઘટના બાદ મૃતકની પત્ની વિધિબેન રાઠવાના હૈયાફાટ રૂદનથી માહોલમાં શોક વ્યાપી ગયો હતો, ત્યાં જ 15 વર્ષીય રણજિત રાઠવાના પિતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવતા તેઓની સ્થિતિ જોઇ આસપાસના લોકો પણ દુ:ખમાં સરી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં રવિવારના દિવસે સંતરામપુર પાસે (santrampur) ગુજરાત સરકાર પરિવહન નિગમની એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર (st bus and bike accident) અકસ્માત સર્જાયો હતો. અરેરાટી ભરેલા આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક યુવક સહિત કુલ ત્રણના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર