છોટા ઉદેપુરઃખાપ પંચાયતના જામીન પર મુક્ત આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ

છોટા ઉદેપુર : છોટાઉદેપુરના ચર્ચા સ્પદ બનેલા ખાપ પંચાયત મામલામાં પોલીસે સતત ત્રણ દિવસ કોમ્બિંગ કરી 27 જેટલા આરોપીઓની ધરપકડ કરતા એક આરોપીએ જામીન પર મુક્ત થઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનની હદના નર્મદા વિસ્થાપિતો ની પરવટા માનીબેલી વસાહતમાં બનેલ ખાપ પંચાયત મામલામાં પોલીસે સતત ગામમાં કોમ્બિન્ગ કરી ખાપપંચાયત ભરી આધેડ પ્રેમી યુગલ ને જાહેરમાં લાકડી અને કોરડાં વીંઝી માર મારનાર અને આ ખાપ પંચાયત નો હિસ્સો બનેલા કુલ 27 જેટલા આરોપીઓની ધર પકડ કરી હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટા ઉદેપુર : છોટાઉદેપુરના ચર્ચા સ્પદ બનેલા ખાપ પંચાયત  મામલામાં પોલીસે સતત ત્રણ દિવસ કોમ્બિંગ કરી 27 જેટલા આરોપીઓની ધરપકડ કરતા એક આરોપીએ જામીન પર મુક્ત થઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનની  હદના નર્મદા વિસ્થાપિતો ની પરવટા માનીબેલી વસાહતમાં બનેલ ખાપ પંચાયત મામલામાં પોલીસે સતત ગામમાં કોમ્બિન્ગ કરી ખાપપંચાયત ભરી આધેડ પ્રેમી યુગલ ને જાહેરમાં લાકડી અને કોરડાં વીંઝી માર મારનાર અને આ ખાપ પંચાયત નો હિસ્સો બનેલા  કુલ 27 જેટલા આરોપીઓની ધર પકડ કરી હતી.

છેલ્લા ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી જમીન ઉપર મુક્ત થયેલા એક આધેડ મનુભાઈ ધનાભાઈ તડવી(માણીબેલી વસાહત,તા.સંખેડા) ને પોતે નિર્દોષ હોવા છતાં જેલમાં રહેવાનો વારો આવ્યો તેમ લાગી આવતા ઝેરી દવા પી પોતાનો જીવન ટુકાવવાની કોશિશ કરી હતી.. જેથી તેઓને મોડી રાત્રે નસવાડીનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા. જ્યા તેમની હાલતમાં સુધારો ના થતા બોડેલીના ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.

પરણિત હોવા છતાં આધેડ પ્રેમીઓને સજા આપવા ભરાયેલ ખાપ પંચાયતમાં કોરડા અને લાઠી વડે બેરહેમી પૂર્વક મહિલા અને પુરુષને માર મારવાનો વિડિઓ વાયરલ થયો હતો. ત્યારબાદ સમગ્ર દેશમાં સનીસની મચાવનાર આ ઘટનામાં પોલીસે 2 શખ્સો અને ટોળા સામે ગુનો નોંધી. ગામમાં સતત કોમ્બિન્ગ હાથ ધરી હતી. અને ત્રણ દિવસમાં 27 જેટલા આરોપીઓને પકડી પડ્યા હતા. પોલીસની કામગીરી સામે  ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ છે તો પોલીસ કારવાહી સામે પણ ગ્રામજનો સવાલ ઉઠાવી રહયા છે.
First published: