છોટાઉદેપુરમાં જૈન મુનિ મહારાજ ડૉ. રાજેન્દ્ર વિજય ગનીએ ચૂંટણી લડવાની કરી જાહેરાત, ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના મવડી મંડળ સંપર્કમાં હોવાની વાત કહી 2019 ની લોકસભાનુ રણશીંગુ ફૂંક્યું છે.
અત્યાર સુધી આ સીટ પર કૉંગ્રેસનું પ્રભુત્વ હતું. 2002માં સમીકરણ બદલાયા બાદ ભાજપ જીત્યું ત્યાર બાદ કૉંગ્રેસના ફાળે આ સીટ ગઈ હતી અને નારણ રાઠવા રેલ મંત્રી રહી ચૂક્યા છે. આ સીટ પર બે જ પક્ષનુ પ્રભૂત્વ છે. પરંતુ આજે આદિવાસી રાઠવા સમાજમાંથી જૈન મુનિ રાજેન્દ્ર મહારાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે હું વિસ્તારમાં શૈક્ષણિક, વ્યસન મુક્તિ સહિતના કામોમાં સક્રિય છું.
જૈન મુનિ રાજેન્દ્ર મહારાજે જણાવ્યું કે હું આદીવાસીઓની આગેવાની લઈ આગામી લોકસભાની સીટ માટે બન્ને પક્ષના મોવડીઓ જોડે સંપર્કમાં છું. મારા સમાજના લોકો જે કહેશે તે પ્રમાણે હું કરીશ,
બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસના વર્ષોથી મહેનત કરતા કાર્યકરો હોવાથી નવા ચહેરાને ટિકિટ આપી કોઇ પણ પક્ષ જોખમ લેવા તૈયાર નથી. હજુ સુધી સત્તાવાર કોઇ પણ પક્ષે જાહેરાત કરી નથી પરંતુ મુનિ મહારાજે પ્રેસ કોન્ફરન્સ કરી પોતે લોકસભાની ટીકીટ માંગશે તેવી જાહેરાત કરી રાજકારણ ગરમાયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર