છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા એક નાના ગામ મોરાગણા ગામે 4 ભાઈઓ સાથે રહેતા હતા ગોરધનભાઈ રાઠવાને તેમની વીરતા માટે શૈર્ય ચક્ર આપવામાં આવ્યું છે. #JaiHindSamaan અમારા આ ખાસ કાર્યક્રમમાં તેમના જીવન વિષે વાત કરીએ તો ગોરધનભાઈએ ગામની શાળમાંજ અભ્યાસ પૂરો કર્યો અને ત્યારે બાદ આર્મીમાં જોડાયા હતા.તેઓ આર્મીમાં અનેક જગ્યા પર ફરજ બજાવી ચૂક્યા હતા. તેમના પરિવારમાં 2 પુત્ર અને એક પુત્રી છે. ગોરધનભાઈ રાઠવાની સર્વિસ પૂર્ણ થવા આવી રહી હતી. તેમના નિવૃત્તીને 1-2 મહિનાનો જ સમય બાકી હતો. ઘરમાં પણ ખુશીનો માહોલ હતો, કે હવે તેઓ સેવા નિવૃ્ત થઈ ઘરે પરત ફરશે.
પરંતુ પરિવારને ક્યાં ખ્યાલ હતો કે ગોરઘનભાઈ દુશ્મન દેશના ષડયંત્રના કારણે શહિદ થશે. વાત છે વર્ષ 2004ની જ્યારે પરિવાર ઘરે રાહ જોઈ રહ્યો હતો ગોરધનભાઈના ઘરે પરત ફરવાની તો બીજી તરફ સીમા પારથી કેટલાક આતંકીઓ દેશમાં ઘૂસવાના પ્રયાસમાં હતા. કાશ્મીરના રાજોરી પૂંછ વિસ્તારમાં ગોરધન ભાઈ પોતાની ફરજ પર હતા તે દરમિયાન 4-5 જેટલા આતંકવાદીઓ બોર્ડર પાર કરી રહ્યા હોવાની માહિતી ગોરધન ભાઈને મળી હતી.
આ સમયે ગોરધનભાઈ ફરજ પર હતા જેથી તેઓ નિકળી પડ્યા આ આતંકિ ગતિવીધીને રોકવા.તે દરમિયાન અચાનક ફાયરિંગ થયું અને ગોરધનભાઈએ પણ ફાયરિંગ શરુ કર્યુ. જે દરમિયાન 4-5માંથી એક આતંકી માર્યો ગયો. અને એક આતંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. પણ અન્ય એક આંતકીની ગોળી ગોરધનભાઈને વાગી. અને તેઓ ગંભીર રીતે ઘવાયા. તેઓ ને તુરંત સારવાર માટે ખસેડવામાં આવ્યા. પરતું સારવાર સમયે તેઓ શહીદ થયા.
ગુજરાતના વીર શહીદોની વાત નીકળે તો હવલદાક ગોરધનભાઈ રાઠવા જેમને તેમની વીરતા માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા, તેમના વિષે તો જાણવું જ રહ્યું. #JaiHindSamaanpic.twitter.com/xAVxGHvoNH
તેઓ શહિદ થયાના સમચાર પરિવારને મળતા પરિવાર દુખી હતો પણ તેઓ ને ગર્વ હતુ કે ગોરધનભાઈએ આતંકીઓનો ખાતમો બોલાવી દીધો. અને દેશની સુરક્ષા માટે શહીદ થયા. માતાએ ઘરના ત્રણેય સંતાનોને ઉચ્છેર્યા અને ભણીગણી આગળ વધવા હિંમત આપી.
હવલદાર ગોરધનભાઈ રાઠવાની બહાદુરીની ચર્ચાએ સમયે દેશ ભરમાં થવા લાગી હતી. 2004માં આતંકીઓની આ મોટી ગતિવિધી અને ષડયંત્રને તેઓએ એકલા હાથે નિષ્ફળ બનાવ્યું હતું. તેમની વીરતાને કારણે તેમને શૌર્યચક્ર આપવમાં આવ્યુ. ગોરધનભાઈના પત્ની રમીલાબેનને દિલ્લી બોલાવામાં આવ્યા. અને તે સમયે રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના હસ્તે તેમને શૌર્ય ચક્ર અને એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા.
છોટાઉદેપુર જિલ્લો અને ગામ આજે શહિદ ગોરધન ભાઈને યાદ કરી રહ્યો છે. ગામના લોકો જે શાળામાં ગોરધન ભાઈએ અભ્યાસ કર્યો તેનું નામકરણ કરવાના છે અને જે મકાનનો રસ્તો છે તેને પણ શહિદ ગોરધન ભાઈ માર્ગ નામ આપવામાં આવ્યું છે. સાથે જ ગોરધનભાઈના અન્ય ભાઈઓએ તેમનું સ્ટેચ્યુ બનાવ્યું છે. જેને પણ ગામમાં રાખવામાં આવશે. તેમના શૈર્યના પ્રતાપે જ આજે આ ગામના 10-15 યુવાનો હાલમાં સેનામાં છે.
દેશના આ વીર શહીદ શૌર્યચક્ર પ્રાપ્ત ગોરધનભાઈ રાઠવાને ન્યૂઝ 18 ગુજરાતી શત શત નમન કરે છે. અને વિશેષ કાર્યક્રમ જય હિન્દ સન્માન હેઠળ તેઓને સન્માનીત કરતા ગર્વ અનુભવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર