Home /News /madhya-gujarat /છોટાઉદેપુરના બોડેલી ડેપોમાં દારૂની મહેફિલ, વીડિયો વાયરલ થતા ત્રણેય કર્મચારી સસ્પેન્ડ

છોટાઉદેપુરના બોડેલી ડેપોમાં દારૂની મહેફિલ, વીડિયો વાયરલ થતા ત્રણેય કર્મચારી સસ્પેન્ડ

દારૂની મહેફિલ માણતા S.T ડેપોના કર્મચારીઓ

Bodeli depot Viral Video: બોડેલી S.T ડેપોના કર્મચારીઓ ઓફિસમાં દારૂની મહેફિલ માણતા જોવા મળ્યાં, વીડિયો વાઈરલ થતા એસ.ટી વિભાગના કર્મચારીઓમાં ખળભળાટ, ત્રણેય કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ.

    છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લો ગુજરાત રાજ્યનો સરહદી વિસ્તારમાં આવેલો જિલ્લો છે. અહીંથી મોટા પ્રમાણમાં બીજા વિસ્તરમાંથી આવતો વિદેશી દારૂ ઝડપાય છે. પરંતુ નહીં તો દારૂ લોકો પી રહ્યા હોવાના પુરાવા સાથે વીડિયો વાયરલ થયો હતો. બોડેલી એસ.ટી. ડેપોમાં કામ કરતા કર્મચારીઓ ઓફિસમાં જ બેસીને મોડી રાત્રે વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યાં હોવાના વીડિયો વાયરલ થયો હતો. કર્મચારીઓનો વીડિયો વાયરલ થતાં એસ.ટી વિભાગના કર્મચારીઓમાં ખળભળાટ મચ્યો હતો.

    વીડિયો વાઈરલ થતા લોકોમાં ભારે કુતૂહલ


    ઈંગ્લિશ દારૂની મહેફીલ માણતા કર્મચારીઓનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે ​​​​​​​બોડેલી એસ.ટી.ડેપોમાં દારૂ પીતાં મામલે ત્રણ કર્મચારીઓને એસ.ટી ડેપોના મેનેજરે ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. એસ.ટી.ડેપો કન્ટ્રોલર નવિનભાઇ પુનાભાઈ રાઠવા, હેડ મિકેનિક હિતેશભાઈ પુરુષોત્તમભાઈ સુથાર અને ડ્રાઈવર રાજેશભાઈ મોતીભાઈ ડિંડોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

    સમગ્ર ઘટનાને પગલે એસ.ટી.વિભાગ દ્વારા ત્રણેય કર્મચારીઓ સામે કડક પગલાં લેવાયાં છે. બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
    " isDesktop="true" id="1254743" >

    સરકારી કર્મચારી ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણી રહ્યા છે


    મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતમાં દારૂબંધી ચાલી રહી છે. દરરોજ સેંકડો બોટલ દારૂ છોટાઉદેપુર પોલીસ ઝડપી રહી છે. તેમ છતાં સરકારી કર્મચારી કચેરીમાં બેસીને ખુલ્લેઆમ કોઈ પણ જાતના ડર વિના દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ ત્રણ વ્યક્તિઓ સિક્યુરિટી ઓફિસમાં ઇંગ્લીશ દારૂ પીતા જણાયા હતા. ખાખી પેન્ટ અને બંડી સાથે સરકારી કચેરીમાં ઇંગ્લિશ દારૂની મહેફીલ માણતા વાઈરલ થયેલ વીડિયોને લઈ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Chhotaudepur, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन