સેજાબ ખત્રી, છોટાઉદેપુર : 'મારી ઘરવાળીએ મને દગો કર્યો છે, બીજા અવળા ધંધા કરતી હતી, એની સાબિતી કરવા માટે હું મારા સસરાના ઘરે ગયો તો મને મારા માર્યો. મને હવે કઈ સુઝતું નથી, હું આત્મહત્યા કરું છું. મારી આત્મહત્યા કરવાનું કારણ મારી ઘરવાળી છે, એના પર કાયદેસર કાર્યવાહી કરજો. બધું તમે જાણજો તો તમને પુરી માહિતી મળશે. મારા માબાપ અને મારા છોકરાને મૂકીને જતી રહી, મારી સાથે દગો કર્યો એનું માત્ર અને માત્ર કારણ મારી ઘરવાળી છે, બીજા કોઈ નહીં' આ શબ્દો છે છોટાઉદેપુરના (chhotaudepur naswadi) નસવાડીના ઝેર ગામના એક યુવકના. આ યુવકે (Husband) એક વીડિયોમાં (Video) પોતાની પત્ની પર દગો કર્યો હોવાનો આક્ષેપ કરી અને ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી (Suicide) લેતા ચકચાર મચી ગઈ છે.
બનાવની વિગતો એવી છે કે છોટાઉદેપુરના ઝેર ગામે રહેતા શાંતિલાલ રાઠવાના દીકરા વિજયના લગ્ન ઉમરાવા ગામે રહેતા ધર્માબેન સાથે થયા હતા. વિજય અને તેમના પત્ની કાઠિયાવાડમાં મજૂરી કામે ગયા હતા ત્યારે તેમના પત્ની કથિત રીતે તેને છોડીને વતન પરત આવી ગયા હતા. આ ઘટના બાદ વિજય રાઠવા તેમની પત્નીને તેડવા માટે સાસરીએ ગયા હતા જ્યાં તેમના સસરા અને સાળાઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કરી અને પત્નીએ દગો આપ્યો હોવાનો આક્ષેપ કરતો વીડિયો બનાવી અને વિજય રાઠવાએ આપઘાત કરી લીધો હતો.
જોકે, આ કરૂણ ઘટનામાં બે માસુમોએ માતાની સાથે પિતા પણ ગુમાવી દીધા છે. ઘટનામાં યુવકે બનાવેલા વીડિયોમાં તેણે પોતાની જ પત્ની વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. આમ એક પરિવારે દીકરો અને બે બાળકોએ પિતા ગુમાવતા નાનકડા ઝેર ગામાં શોકનું મોજું છવાઈ ગયું છે.