છોટાઉદેપુરઃ કાચબાને રોડ ક્રોસ કરાવવા જતા હોમગાર્ડનું ટ્રકની ટક્કરથી મોત

નસવાડી પોલીસ સ્ટેશનની તસવીર

બોડેલીથી રાજપીપળા રોડ ઉપર જે અકસ્માત થયો છે. એમાં 4 ગોમગાર્ડ પોતાની ફરજ પરથી બે બાઇક પર 4 હોમગાર્ડ પોતાના ઘરે જતા હતા.

 • Share this:
  સેહજબ ખત્રી, છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભગવાન પુરા ગામ પાસે 4 હોમગાર્ડ જવાનને અકસ્માત નડ્યો હતો. બોડેલીથી રાજપીપળા રોડ પાર બેફામ ચાલતી ટ્રકોને લાઇ કેટલાઇ અકસ્માત થયાના કિસ્સા સામે આવ્યા છે. તો કેટલા નિર્દોસ લોકો મોત ને પણ ભેટ્યા છે તો કેટલાક ઇજાઓ પોહચી છે.

  બોડેલીથી રાજપીપળા રોડ ઉપર જે અકસ્માત થયો છે. એમાં 4 ગોમગાર્ડ પોતાની ફરજ પરથી બે બાઇક પર 4 હોમગાર્ડ પોતાના ઘરે જતા હતા. ત્યારે નસવાડીના ભગવાનપુરા ગામ પાસે રોડ પરથી કાચબો પસાર થઈ રહ્યો હતો. ત્યારે હોમગાર્ડ કાચબાને રોડ ક્રોસ કરવા ગાડી પરથી ઉતરી કાચબાને ક્રોસ કરાવી રહ્યા હતા.

  આ પણ વાંચોઃ-વડોદરા : જીમખાનામાં ચાલતું હતું જુગારધામ, 3.50 લાખ રોકડ સાથે 50 લોકોની ધરપકડ

  તે દરમિયાન સામેથી બેફામ ટ્રક આવી 4 હોમગાર્ડને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. 1 હોમગાર્ડ દલસુખ ભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું. બીજાને બોડેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નસવાડી પોલીસ ઘટના સ્થળે પોહચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  Published by:ankit patel
  First published: