ગુજરાત વિધાનસભા ઈલેક્શનને લઈને બીજા તબક્કાનું મતદાન 14 તારીખ થવાનું છે. એવામાં મુસ્લિમ સમાજના લોકોમાં એક નવી ચિંતા ઘર કરી ગઈ છે. મુસ્લિમ મતદાતા ઈવીએમને લઈને ચિંતામાં મૂકાઈ ગયા છે. મુસ્લિમો ઈવીએમને શેતાન(રાક્ષસ) માનવા લાગ્યા છે. બીજા તબક્કાના મતદાન પહેલા મુસ્લિમ સમુદાય વચ્ચે ઈવીએમ ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે, મુસ્લિમ સમુદાનું કહેવું છે કે, તેઓ ઈવીએમની ચિંતાને નેવે મૂકીને 14 ડિસેમ્બરે મતદાન કરશે. જોકે, બીજી બાજુ હિન્દુ સમુદાય આને લઈને વધારે ચિંતિત નથી.
સોશિયલ મીડિયામાં ઈવીએમ સાથે છેડછાડની વાતો વાયરલ થઈ રહી છે. એવામાં મુસ્લિમ સુમદાયને લાગે છે કે, તેમના દ્વારા આપેલ વોટ તેમના ઉમેદવારની જગ્યાએ બીજા ઉમેદવારના ખાતામાં ના જતો રહે. એક મતદાતા સૈયદ માલાનું કહેવું છે કે, અમારી પાસે માત્ર મત નાંખવાનો અધિકાર છે, એવામાં જો કોઈ આવો બદલાવ કરે છે તો લોકતંત્રમાં અમારી પાસે શું રહી જશે? તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, તેમને ઈવીએમ પર જરાપણ વિશ્વાસ નથી. ઈવીએમ કરતાં તો બેલેટ પેપર વધારે વિશ્વસનિય વિકલ્પ છે. આમ મુસ્લિમ સમુદાય વચ્ચે ઈવીએમ એક ગંભીર ચિંતાનું વિષય બની ગયું છે. ફેસબુક અને વોટ્સએપ સાથે જોડાયેલ શિક્ષિત મતદાતાઓ આનાથી વધારે ચિતિંત છે. કોલેજ સ્ટૂડન્ટ હુસેન કહે છે કે, હું જાણું છું કે હું કોને વોટ નાંખીશ પરંતુ હું આશ્વસ્ત નથી કે, હું જેને વોટ આપીશ તેને જ મળશે. બેલેટ પેપરથી વોટ નાંખવાથી તેને બદલી શકાશે નહી.
છોટા ઉદેપુરના તિમલા ગામના ફારૂક સઈદ તો ઈવીએમની તુલના રાક્ષસ સાથે કરે છે. તેમને કહ્યું કે, સોશિયલ મીડિયામાં ઈવીએમ સાથે છેડછાડના ઘણા બધા વીડિયો આવી ચૂક્યા છે, જેથી મારા વોટને પણ બદલી શકાય છે. જોકે, હિન્દુ સમુદાયમાં આને લઈને વધારે ચિંતા દેખાઈ રહી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર