Home /News /madhya-gujarat /Chhota Udaipur Election Result : છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર BJPના રાજેન્દ્ર સિંહ રાઠવાનો ભવ્ય થયો

Chhota Udaipur Election Result : છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર BJPના રાજેન્દ્ર સિંહ રાઠવાનો ભવ્ય થયો

છોટા ઉદેપુરમાં ભાજપનો ભવ્ય વિજય

છોટા ઉદેપુર વિધાનસભા સૂટ છોટા ઉદેપુર સંસદીય ક્ષેત્ર અંતર્ગત આવતી સીટ છે. આ સીટ પર કોંગ્રેસ અને બીજેપી બંનેનું વર્ચસ્વ રહ્યું છે. કોંગ્રેસે આ સીટ પર 2017માં બીજીવાર જીત નોંધાવી હતી. આ વખતે બીજેપીએ 10 વાર ધારાસભ્ય રહી ચુકેલા મોહન સિંહના દીકરા રાજેન્દ્ર સિંહ મોહન સિંહ રાઠવા પર દાંવ રમ્યો છે. કોંગ્રેસે રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાના દીકરા સંગ્રામ સિંહ રાઠવા અને આમ આદમી પાર્ટીએ પ્રોફેસર અર્જુન રાઠવાને ચૂંટણીના દંગલમાં ઉતાર્યા છે.

વધુ જુઓ ...
    Chhota Udaipur Assembly Election Result 2022 Live Update: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. છોટા ઉદેપુર સીટ પર 5 ડિસેમ્બરે બીજા ચરણમાં મતદાન કરવામાં આવ્યું હતું. આ સીટના રિઝલ્ટ આવી ગયા છે. છોટા ઉદેપુર વિધાનસભા સૂટ છોટા ઉદેપુર સંસદીય ક્ષેત્ર અંતર્ગત આવતી સીટ છે. આ સીટ પર કોંગ્રેસ અને બીજેપી બંનેનું વર્ચસ્વ રહ્યું છે. કોંગ્રેસે આ સીટ પર 2017માં બીજીવાર જીત નોંધાવી હતી.

    આ વખતે બીજેપીએ 10 વાર ધારાસભ્ય રહી ચુકેલા મોહન સિંહના દીકરા રાજેન્દ્ર સિંહ મોહન સિંહ રાઠવા પર દાંવ રમ્યો હતો. કોંગ્રેસે રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાના દીકરા સંગ્રામ સિંહ રાઠવા અને આમ આદમી પાર્ટીએ પ્રોફેસર અર્જુન રાઠવાને ચૂંટણીના દંગલમાં ઉતાર્યા હતા.

    છોટા ઉદેપુર ઇલેક્શન રિઝલ્ટ LIVE UPDATES:



    • છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાએ INCના રાઠવા સંગ્રામસિંહ નારણભાઈને હરાવીને ભવ્ય જીત મેળવી છે.

    • મોહનસિંહ છોટુભાઈ રાઠવાએ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી અને ભાજપના ઉમેદવાર જશુભાઈ ભીલુભાઈ રાઠવાને હરાવ્યા હતા.


    આ વખતે ભાજપે મોટો દાવ રમ્યો


    છોટા ઉદેપુર વિધાનસભા બેઠક એ અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠક છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેનું પ્રભુત્વ માનવામાં આવે છે. આ વખતે ભાજપે 10 ​​વખતના ધારાસભ્ય અને કદાવર નેતા મોહન સિંહના પુત્ર રાજેન્દ્ર સિંહ મોહન સિંહ રાઠવા પર મોટો દાવ રમ્યો છે. મોહન સિંહ છેલ્લી ઘડીએ કોંગ્રેસનો હાછ છોડીને પુત્રની ટિકિટ માટે ભાજપમાં જોડાયા હતા. ગુજરાતના રાજકારણમાં તેમનો મોટો ઉલટફેર માનવામાં આવે છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) ત્રણેય પૂરા જોશ સાથે મેદાનમાં ઉતર્યા છે.

    1- છોટા ઉદેપુર (ST): આ વખતે ભાજપે છોટા ઉદેપુર વિધાનસભા સીટ માટે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાને ટિકિટ આપી હતી. બીજી તરફ કોંગ્રેસે સંગ્રામસિંહ નારણભાઈ રાઠવાને મેદાનમાં ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રો. અર્જુન રાઠવા પર દાવ લગાવ્યો. જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના મોહન સિંહ છોટુભાઈ રાઠવાએ જીત મેળવી હતી.

    2- જેતપુર (ST): જેતપુર વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપે જયંતિભાઈ સવજીભાઈ રાઠવાને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે સુખરામભાઈ હરિયાભાઈ રાઠવાને મેદાનમાં ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટીએ રાધિકાબેન અમરસિંગભાઈ રાઠવા પર દાવ લગાવ્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી INCના સુખરામભાઈ હરિયાભાઈ રાઠવા જીત્યા હતા. આ બેઠક પરતી જયંતિભાઈ સવજીભાઈ રાઠવાની જીત થઈ છે.

    3- સંખેડા: સંખેડા વિધાનસભા બેઠક પર ભાજપે આ વખતે અભેસિંહ મોતીભાઈ તડવીને ટિકિટ આપી હતી. બીજી તરફ કોંગ્રેસે ધીરુભાઈ ચુન્નીલાલ ભીલને મેદાનમાં ઉતાર્યા હતા. રંજનભાઈ કંચનભાઈ તડવી પર આમ આદમી પાર્ટીએ દાવ લગાવ્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી ભાજપના અભેસિંહ મોતીભાઈ તડવીનો વિજય થયો હતો. જ્યારે સંખેડા બેઠક પરથી  અભેસિંહ મોતીભાઈ તડવીનો વિજય થયો છે.

    ગત ચૂંટણીમાં આવું રહ્યું હતું પરિણામ


    2017ની ચૂંટણીમાં કોંગ્રેસે બીજી વખત આ સીટ જીતી હતી. એક દાયકા પહેલા આ બેઠક ભાજપ પાસે હતી. જો કે જો જોવામાં આવે તો 1962થી અત્યાર સુધી કોંગ્રેસ આ સીટ પર કુલ 9 ચૂંટણી જીતી ચુકી છે. 2017ની ચૂંટણીમાં INCના મોહનસિંહ છોટુભાઈ રાઠવાને 75,141 મત મળ્યા હતા. જ્યારે ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 74,048 મત મળ્યા હતા. બંને વચ્ચે જીત-હારનું અંતર 1093 વોટનું હતું.


    છોટા ઉદેપુર બેઠક પર અઢી લાખથી વધુ મતદારો


    છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર મતદારોની કુલ સંખ્યા 271496 છે. જેમાં 132201 મહિલા મતદારો છે. 139293 પુરૂષ મતદારો છે. આ બેઠક પર અન્ય મતદારો (ટ્રાન્સજેન્ડર મતદારો)ની સંખ્યા 2 છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Gujarat Assembly Election, Gujarat assembly polls 2022, Gujarat assembly polls result, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन