Home /News /madhya-gujarat /Gujarat Elections: PM મોદીનો કોંગ્રેસ પર આરોપ, કહ્યું- માત્ર નારા લગાવ્યા, દેશને ગુમરાહ કર્યો
Gujarat Elections: PM મોદીનો કોંગ્રેસ પર આરોપ, કહ્યું- માત્ર નારા લગાવ્યા, દેશને ગુમરાહ કર્યો
PM મોદીનો કોંગ્રેસ પર આરોપ
Gujarat Elections 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુજરાત ચૂંટણીમાં છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં કોંગ્રેસ પર મોટા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે માત્ર સૂત્રોચ્ચાર કર્યા, વચનો આપ્યા પરંતુ કોઈ નક્કર કામ કરવાને બદલે દેશને ગેરમાર્ગે દોર્યા છે.
બોડેલી: ગરીબી નાબૂદી અંગેની કોંગ્રેસની અગાઉની સરકારોના દાવાઓ પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે, સૌથી જૂની પાર્ટીના શાસનમાં ખરેખર ગરીબી વધી હતી, કારણ કે તેમણે માત્ર સૂત્રોચ્ચાર કર્યા છે અને કોઈ નક્કર કાર્ય કરવામાં નિષ્ફળ ગયા છે.
PM મોદી ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નગર ખાતે એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં 5 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી ગુરુવારે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. બાકીની 93 સીટો પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
મોદીએ આરોપ લગાવ્યો હતો કે, 'દશકોથી કોંગ્રેસ એક જ વાત કહી રહી છે - ગરીબી હટાવો. લોકોએ તમને તે કરવાની સત્તા આપી હતી, પરંતુ તમે લોકોને ગરીબી દૂર કરવાનું કહેતા હતા. તેઓએ માત્ર સૂત્રોચ્ચાર કર્યા, વચનો આપ્યા અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. આ જ કારણ હતું કે, કોંગ્રેસની સરકારો દરમિયાન ગરીબીમાં ખરેખર વધારો થયો હતો.'' તેમણે કહ્યું કે, કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારની નીતિઓને કારણે ગરીબ નાગરિકો અર્થતંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી શક્યા ન હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હોવા છતાં ગરીબો બેંક ખાતા ખોલાવી શક્યા નથી.
વડાપ્રધાને દાવો કર્યો હતો કે, કોંગ્રેસે તેની સરકાર દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ગરીબ લોકો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયના લોકોને પ્રાથમિકતા આપી નથી. આ વર્ષની શરૂઆતમાં આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીનો ઉલ્લેખ કરતા મોદીએ આક્ષેપ કર્યો હતો કે, વિરોધ પક્ષ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર બેસનારી આદિવાસી મહિલાની તરફેણમાં નથી અને તેથી તેણે પોતાનો ઉમેદવાર ઊભો કર્યો હતો. તેમણે કહ્યું કે, તે (મુર્મુ) દરેક આદિવાસી પરિવાર અને દરેક નાગરિકનું ગૌરવ છે. પરંતુ કોંગ્રેસે તેમની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. તેઓ કોઈ આદિવાસી મહિલાને ભારતના રાષ્ટ્રપતિ બનાવવા માંગતા ન હતા. તેથી જ તેમની સામે ઉમેદવાર ઊભો રાખ્યો હતો. નહિંતર, તેણી સર્વસંમતિથી ચૂંટાઈ ગયા હોત.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર