Home /News /madhya-gujarat /Gujarat Election 2022: સંખેડા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે આપી ધીરુભાઈ ભીલને ટિકિટ, સમર્થકોમાં ખુશીનો માહોલ

Gujarat Election 2022: સંખેડા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે આપી ધીરુભાઈ ભીલને ટિકિટ, સમર્થકોમાં ખુશીનો માહોલ

કોંગ્રેસે આપી ધીરુભાઈ ભીલને ટિકિટ

Gujarat Assembly Election 2022: કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામા આવી છે. છોટાઉદેપુર ,સંખેડા અને પાવીજેતપુર આમ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો છે. આ ત્રણ બેઠકો પૈકી પ્રથમ યાદીમાં સંખેડા વિધાનસભાની બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    સેહજબ ખત્રી, છોટાઉદેપુર: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામા આવી છે. છોટાઉદેપુર ,સંખેડા અને પાવીજેતપુર આમ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો છે. આ ત્રણ બેઠકો પૈકી પ્રથમ યાદીમાં સંખેડા વિધાનસભાની બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. સંખેડા બેઠક પરથી ધીરુભાઈ ભીલને ટિકિટ આપવામાં આવી છે. ધીરુભાઈને ટિકિટ મળ્યાની જાહેરાત થતા સમર્થકોના ટોળા તેમના ગામ કેસર પૂરા ખાતે ભેગા થયા. ધીરુભાઈને મોઢું મીઠું કરવા માટે મીઠાઈ લઈ પહોંચ્યા હતા.

    કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી


    ઉલ્લેખનીય છે કે, તેમના ધરમાં પણ હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. તેમની 120 વર્ષની ઉંમરની માતાજીએ ધીરુભાઈને આશીર્વાદ આપ્યા પણ આપ્યા હતા. આમ તો આ વિસ્તાર આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે. ભીલ અને તડવી સમાજના લોકોનું પ્રભુત્વ છે. ધીરુભાઈનું કહેવું છે કે, તેઓ દરેક સમાજના લોકોને સાથે રાખી ચાલે છે. કોઈ ભેદભાવ આજ દિન સુધી રાખ્યો નથી. તેઓ નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં લોકો  રોજગારી, શિક્ષણ અને આરોગ્યલક્ષી જે સમસ્યા વેઠી રહ્યા છે તે મુદ્દે તેઓ વોટ માગવાના છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં આ જગ્યાએ કરવામાં આવશે વિશિષ્ઠ મતદાન મથકની વ્યવસ્થા, જાણો સંપૂર્ણ વિગત

    ધીરુભાઈ ભીલને મળી સંખેડા બેઠક પરથી ટિકિટ


    ઉલ્લેખનીય છે કે, ધીરુભાઈ ભીલ 6 વખત ચૂંટણી લડ્યા છે અને તેઓએ 4 વખત જીત હાસલ કરી છે. આ વખતે તેમને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવતા તેઓ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે એક આશા પણ વ્યક્ત કરી છે કે,  છેલ્લી વખત ચૂંટણી લડી રહેલા ધીરુભાઈને મતદારો એક ભાઈ તરીકે વોટ આપી વિજય બનાવશે તેવી આશા રાખી રહ્યા છે.

    ધીરુભાઈ ભીલ છ વખત લડ્યા વિધાનસભાની ચૂંટણી


    વિગતે વાત કરવામાં આવે તો ધીરુભાઈ ભીલ 1995માં અપક્ષ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જે બાદ 1998માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 2002માં ફરી તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેમને હાર મળી હતી. ત્યાર બાદ 2007માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ બાદ 2012માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે 2017માં તેઓ કોંગ્રેસ  વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. આમ છઠ્ઠી વાર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને 4 વાર જીત મેળવી છે જયારે 2 વાર ટેવોની હાર નો સામનો કરવો પડ્યો છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन