Home /News /madhya-gujarat /10 લાખ વોટ વધુ પડ્યા, ખૂબ મોટી લીડ સાથે ઘણી બધી બેઠકો જીતીશું: પાટીલ

10 લાખ વોટ વધુ પડ્યા, ખૂબ મોટી લીડ સાથે ઘણી બધી બેઠકો જીતીશું: પાટીલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ છોટાઉદેપુરમાં જિલ્લા કાર્યાલયની આકસ્મિક મુલાકાત લીધી હતી.

Gujarat Election 2022: છોટાઉદેપુરમાં જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાતે આવેલા સી.આર.પાટીલે કહ્યુ કે, કુલ 10 લાખ વોટ વધુ પડ્યા છે. 2017 કરતાં કુલ મત વધારે પડ્યા છે.

  છોટાઉદેપુર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે, જ્યારે આજે બીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર પડઘમ શાંત થશે. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે. છોટાઉદેપુરમાં જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાતે આવેલા સી.આર.પાટીલે કહ્યુ કે, કુલ 10 લાખ વોટ વધુ પડ્યા છે. 2017 કરતાં કુલ મત વધારે પડ્યા છે, મોટી લીડ સાથે ઘણી બધી બેઠકો જીતવાના છે.

  2017 કરતાં કુલ મત વધારે પડ્યાં છે: પાટીલ

  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ છોટાઉદેપુરમાં જિલ્લા કાર્યાલયની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ સાથે જે તેમણે સાંસદ સહિત 15 જેટલા આગેવાનો સાથે બેઠક કરી હતી. સી.આર.પાટિલનું પહેલા તબક્કામાં ઓછા મતદાનને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, 2017 કરતાં કુલ મત વધારે પડ્યાં છે. લગભગ કુલ 10 લાખ વોટ 89 સીટ પર વધારે પડ્યા છે. એના કારણે અમને વિશ્વાસ છે કે અમે ખૂબ મોટી લીડ સાથે ઘણી બધી બેઠકો જીતવાના છે.


  આ પણ વાંચો: ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા જય નારાયણ વ્યાસના દિલમાં હજુ પણ ભાજપ!

  CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો

  બીજી બાજુ, બીજા તબક્કાના પ્રચાર માટે CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો યોજાયો હતો. અમદાવાદના ઘાટલોડિયામાં મુખ્યમંત્રીનો રોડ શો યોજાયો હતો. ચેનપુરના બુટભવાની મંદિરથી રોડશો યોજાયો હતો. મંદિરમાં દર્શન કરી મુખ્યમંત્રીનો રોડ શો શરૂ થયો હતો. CMના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. CMનો રોડ શો ઓગણજ ગામમાં પૂર્ણ થયો હતો.

  મોડાસા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રોડ શો

  મોડાસા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રોડ શો યોજ્યો હતો. તેમણે ટ્રેકટરમાં બેસીને પાંચ કિ.મી.નો રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ ગુજરાતમાં ફરી ભાજપની જ સરકાર બનશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. જ્યારે ગાંધીનગરના કલોલમાં હર્ષ સંઘવીએ પ્રચાર કર્યો છે. અહીં હર્ષ સંઘવીનો ભવ્ય રોડ શો યોજાયો છે. ગૃહ રાજ્યમંત્રી સંઘવી છેલ્લી ઘડીનો પ્રચાર કરતાં જોવા મળ્યા છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Chotaudepur, CR Patil, Gujarat Assembly Election 2022

  विज्ञापन
  विज्ञापन