સમયસર નાણાં ન ચૂકવાતાં દૂધમંડળીને કરી તાળીબંધી, થઇ છુટા હાથની મારામારી

Haresh Suthar | News18 Gujarati
Updated: January 17, 2017, 3:42 PM IST
સમયસર નાણાં ન ચૂકવાતાં દૂધમંડળીને કરી તાળીબંધી, થઇ છુટા હાથની મારામારી
છોટા ઉદેપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવાગામની દૂધ મંડળીમાં સમયસર નાણાં ન ચુકવાતાં સભાસદોએ દૂધ મંડળીને તાળાંબંધી કરી હતી તો પ્રમુખ સાથે છુટા હાથની મારામારી પણ થવા પામી હતી.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 17, 2017, 3:42 PM IST
છોટા ઉદેપુર #છોટા ઉદેપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવાગામની દૂધ મંડળીમાં સમયસર નાણાં ન ચુકવાતાં સભાસદોએ દૂધ મંડળીને તાળાંબંધી કરી હતી તો પ્રમુખ સાથે છુટા હાથની મારામારી પણ થવા પામી હતી.

છોટા ઉદેપુરના નવાગામની આ ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. દૂધ મંડળીમાં સભાસદોને સમયસર નાણાં ન મળતાં ઉશ્કેરાયેલા સભાસદોએ દૂધ મંડળીને તાળાબંધી કરી હતી.

આ મામલાને લઇને સભાસદો અને પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ હતી જે છેવટે છુટા હાથની મારામારીમાં ફેરવાઇ હતી. આ મામલે સભાસદોએ પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે દૂધ મંડળી બહાર દૂધ ઢોળ્યું હતું અને આક્રોશ ઠાલવ્યો હતો.
First published: January 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर