Home /News /madhya-gujarat /Gujarat election 2022: પાવી જેતપુરમાં કેવો છે વિકાસ? કોંગ્રેસ-ભાજપ વચ્ચે રહે છે રસાકસી
Gujarat election 2022: પાવી જેતપુરમાં કેવો છે વિકાસ? કોંગ્રેસ-ભાજપ વચ્ચે રહે છે રસાકસી
pavi jetpur assembly constituency: આ બેઠક પર મતદારોની વાત કરીએ તો અંદાજીત કુલ 2,65,752 મતદારો નોંધાયા છે. જેમાં 1,36,720 પુરૂષ મતદારો છે અને 1,29,032 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
pavi jetpur assembly constituency: આ બેઠક પર મતદારોની વાત કરીએ તો અંદાજીત કુલ 2,65,752 મતદારો નોંધાયા છે. જેમાં 1,36,720 પુરૂષ મતદારો છે અને 1,29,032 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
હાલમાં આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ (Gujarat Assembly election 2022) આવી રહી છે ત્યારે પાર્ટી બદલવાની સિઝન પણ હાલ પિક પર છે. બળવાખોર નેતાઓ પક્ષ પલટાઓ કરીને મતદારોને રીઝવવા પ્રયાસોમાં લાગી ગયા છે. ગુજરાતમાં યોજાનાર 182 વિધાનસભા સીટની ચૂંટણીમાં આ વખતે અનેક રાજકિય રંગો જોવા મળશે.
બીજી તરફ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસ પણ પોતાનો પૂરો દમ લગાવી રહ્યા છે. મતદારોને રીઝવવા અવનવા પ્રયાસો દરેક નેતા કરી રહ્યા છે. તેવામાં મતદારોએ પોતાના વિસ્તારનું ભવિષ્ય નક્કી કરવા મતવિસ્તાર અને તમામ પાસાઓ વિશે જાણવું જોઇએ. આજે અમે તમને આ લેખમાં છોટા ઉદેપુર જીલ્લાની પાવી જેતપુર વિધાનસભા બેઠક (Pavi jetpur assembly constituency) વિશે વિસ્તાર પૂર્વક જણાવવા જઇ રહ્યા છીએ.
પાવી જેતપુરનો પાંચમનો મેળો
પાવી જેતપુરમાં મોટી સંખ્યામાં આદિવાસી પ્રજા રહે છે. જેતપુરના મોટી ઇટવાડા ગામે વર્ષોથી હોળી પછીના પાંચમના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં તાલુકાલના આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પૂર્વપટ્ટી વિસ્તારમાં આદિવાસીઓ મેળાના ખૂબ જ શોખીન છે અને તેથી જ પાંચમનો આ મેળો એક અલગ જ સ્થાન ધરાવે છે. આદિવાસીઓ દૂર દૂરથી આ મેળાની મજા માણવા આવે છે. એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ બોડેલી, છોટા ઉદેપુર અને પાવી જેતપુરની શેરીઓમાં સાયકલ લઇને પોતે ફરતા હોવાનો ઉલ્લેખ પણ એક જાહેર સભામાં કર્યો હતો.
પાવી જેતપુર બેઠકનો રાજકિય ઇતિહાસ (Political history of Pavi Jetpur seat)
આ બેઠકના ચૂંટણી ઇતિહાસ પર નજર કરીએ તો અહીં અત્યાર સુધીમાં 4 વખત વિધાનસભા ચૂંટણી યોજાઇ ચૂકી છે. જેમાં સૌ પ્રથમ વર્ષ 1967માં SWAના ઉમેદવાર એમ. એસ તડવીએ 3342 મતોના માર્જીન સાથે કોંગ્રેસના ઉમેદવાર કે. જી નાયકને હરાવ્યા હતા.
વર્ષ 1972માં આ બેઠક પર NCOના કોળી એમ. છોટુભાઇ રાઠવાએ કોંગ્રેસના ઉમેદવાર માણેકભાઇ તડવીને 10,914 મતોના માર્જીનથી મ્હાત આપી હતી. વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર જયંતિ રાઠવાએ અહીં સત્તા પોતાના હાથમાં લીધી હતી. જોકે, 2017માં કોંગ્રેસ ભાજપ પર ભારે પડ્યું અને કોંગી નેતા સુખરામ રાઠવાએ 3052 મતોના માર્જીનથી વિજયી બન્યા હતા.
પાવી જેતપુર બેઠક પર આદિવાસીઓનું વર્ચસ્વ છે. તેથી આ મતદારો અહીં યોજાતી દરેક ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય છે. આ બેઠક પર મતદારોની વાત કરીએ તો અંદાજીત કુલ 2,65,752 મતદારો નોંધાયા છે. જેમાં 1,36,720 પુરૂષ મતદારો છે અને 1,29,032 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
મોહનસિંહ રાઠવા નહીં લડે ચૂંટણી
ગુજરાતના વરિષ્ઠ નેતા અને છોટા ઉદેપુરના ધારાસભ્યે મોહન સિંહ રાઠવાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ગુજરાતના છોટા ઉદેપુરના સૌથી વરિષ્ઠ અને વર્તમાન ધારાસભ્ય મોહન સિંહ રાઠવાએ કહ્યું કે, તેઓ હવે ચૂંટણી નહીં લડે અને નવ યુવાનોને તક મળવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું સતત 11 વખત ચૂંટણી લડ્યો અને જેમાંથી 10 વખત હું જીત્યો છું અને જેતપુર પાવી, બોડેલી અને છોટા ઉદેપુર તાલુકાના મતદારોએ સૌથી વધુ વખત જીતીને મને ગુજરાત વિધાનસભામાં મોકલ્યો છે. હવે યુવાનોને તક મળવી જોઇએ.
પાવી જેતપુર બેઠક પર વિવાદ (Controversy over Pavi Jetpur seat)
છોટા ઉદેપુર જિલ્લાના આદીવાસીઓના જાતીના દાખલા મુદ્દે ઘણા સમયથી સમયાંતરે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે ગાંધી જયંતીના દીવસથી રાઠસેના દ્વારા પાવી જેતપુર સેવા સદનની સામે પ્રતિક ધરણાંની શરૂઆત કરાઇ હતી. પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા પણ તેઓના સમર્થનમાં આવ્યા હતા.
સુખરામ રાઠવાએજ ણાવ્યું હતું કે આ હક્કની લડત છે યેનકેન પ્રકારે અમને આ સરકાર ન્યાય આપતી નથી. આ લડત લાંબી ચાલવાની છે. હક્કની લડતમાં અમારે જે લડત આપવી પડે તે આપીશું, મારુ એવું માનવું છે કે દાખલા પાછળથી પણ ચકાસી શક્યા હોત પણ ઈરાદા પૂર્વક છોટા ઉદેપુર જીલ્લાને બાકાત રાખ્યો છે. સરકાર અમને નકસ્લાઇટ પ્રવૃત્તી તરફ ના મોકલે, ઝારખંડવાળી કરવી હોય તો તેની પણ તૈયારી છોકરાઓ કરીને બેઠા છે.
નારાજ ભાજપના કાર્યકર્તાઓ જેતપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના કાર્યાલય ખાતે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા (રાજુભાઈ) ના હસ્તે ફુલહાર પહેરાવી કોંગ્રેસ પક્ષમાં 50 કરતા વધારે કાર્યકરો જોડાયા. હતાં અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં દિલથી કામ કરી કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત બનાવવા કાર્યકર્તા ઓ એ હૈયા ધારણા આપી હતી.
પાવી જેતપૂર એપીએમસીમાં ગત ટર્મમાં ભાજપના જ બળવાખરોએ મયુર પટેલને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસનો સહારો લઈને સત્તા આંચકી લીધી હતી. પરંતુ બે વર્ષ બાદ અચાનક બળવાખોરોએ રાજીનામું આપી દેતા મયુર પટેલે સત્તા સંભાળી હતી અને ચાલુ ચૂંટણીમાં પાવી જેતપુર એપીએમસીને કોંગ્રેસ મુક્ત કરી દીધી છે.
પાવી જેતપુર તાલુકા પંચાયત ખાતે અધિક કમિશ્નર પી.એમ.એ.વાય.ની હાજરીમાં યોજાયેલ પ્રધાનમંત્રી આવાસની જનસુનાવણીમાં તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખને આમંત્રણ ન અપાતાં તેઓએ ચેમ્બરમાં બેસીને વિરોધ નોધાવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના ભાજપ વોટ્સએપ ગૃપમાં ઉગ્ર ચેટિંગને પગલે મામલો પાવી જેતપુર ખાતે મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટના વખતે જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમના કાર્યકરો તથા પાવીજેતપુર સરપંચ મોંટુભાઈ શાહના માણસો મારામારી પર ઉતરી આવ્યાં હતાં. જે દરમ્યાન જશુભાઈ રાઠવાનો શર્ટ પણ ફાટી ગયો હતો.
પાવી જેતપુર જિલ્લા પંચાયતની સજવા બેઠક પરથી જયંતી રાઠવાના પત્ની રાધાબેન રાઠવાનો વિજય થયો હતો. પત્નીના વિજય સરઘસ દરમિયાન પૂર્વ ધારાસભ્યનો જાહેરમાં અશ્લિલ ઇશારાઓ કરતો વિડિયો વાઈરલ થયો હતો. પૂર્વ ધારાસભ્યનો વિડિયો વાઈરલ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂક્યો હતો.
પાવી જેતપુર બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ (Elections held on Pavi Jetpur seat)