Home /News /madhya-gujarat /છોટાઉદેપુર: ફરી બે જૂના જોગીઓ સામ-સામે, ભારે સસ્પેન્સ બાદ ચૂંટણી મેદાને

છોટાઉદેપુર: ફરી બે જૂના જોગીઓ સામ-સામે, ભારે સસ્પેન્સ બાદ ચૂંટણી મેદાને

ફરી એકવાર જયંતિ રાઠવા અને સુખરામ રાઠવા સામે ચૂંટણી જંગ ખેલાશે

Gujarat assembly election 2022: છોટાઉદેપુરની જેતપુર બેઠક પર ફરી એકવાર જયંતિ રાઠવા અને સુખરામ રાઠવા સામે ચૂંટણી જંગ ખેલાશે

    સેહજબ ખત્રી, છોટાઉદેપુર: છોટાઉદેપુરની જેતપુર બેઠક પર આખરે સસ્પેન્સનો અંત આવી ગયો છે. કોંગ્રેસે સુખરામ રાઠવાના નામની જાહેરાત કરતા ભાજપે ફરી જ્યંતિ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા જ્યંતિ રાઠવા ત્રણ વખત ચૂંટણી લડ્યા છે. જેમાં એક વખત જીત જ્યારે બે વખત હારનો સામનો કરવા પડ્યો છે. ગત ચૂંટણીમાં સુખરામ રાઠવા સામે 3052 વોટથી પરાજય થયો હતો, તેવામાં ફરીએકવાર જયંતિ રાઠવા અને સુખરામ રાઠવા સામે ચૂંટણી જંગ ખેલાશે.

    લાંબા સમયથી ચાલી આવતા સસ્પેનશનો અંત આવ્યો

    જિલ્લાની જેતપુર બેઠક ઉપર આખરે સસ્પેન્સનો અંત આવ્યો અને આ વખતે ફરી એકવાર સુખરામ રાઠવા સામે ગત ચૂંટણી લડેલા જયંતિ રાઠવાને ઉમેદવાર જાહેર કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાની જેતપુર બેઠક ઉપર વિપક્ષ નેતા એવા કોંગ્રેસના સુખરામ રાઠવા ધારાસભ્ય હતા. તેવામાં મહત્વની ગણાતી આ બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરાતી નહોતી અને કોંગ્રેસના સુખરામ રાઠવા ભાજપમાં જોડાવા અંગે અટકળો ચાલી રહી હતી, તેવામાં કોંગ્રેસે સુખરામ રાઠવાના નામની જાહેરાત કર્યાના બીજા જ દિવસે ભાજપે પણ જયંતિ રાઠવાના નામની જાહેરાત કરતા લાંબા સમયથી ચાલી આવતા સસ્પેનશનો અંત આવ્યો છે.

    આ પણ વાંચો: રેશ્મા પટેલે એનસીપીમાંથી આપ્યું રાજીનામું, આજે આપમાં જોડાઇ શકે છે

    ગત ચૂંટણીમાં સુખરામ રાઠવા સામે 3052 વોટથી પરાજય થયો હતો

    જયંતિ રાઠવા ત્રણવાર ચૂંટણી લડી ચૂક્યાં છે. તેમાં એક વખત વિજય અને બે વખત પરાજય થયો હતો. ગત ચૂંટણીમાં સુખરામ રાઠવા સામે 3052 વોટથી પરાજય થયો હતો. તેવામાં ફરી એકવાર જયંતિ રાઠવા અને સુખરામ રાઠવા સામે ચૂંટણી જંગ ખેલાશે. બીજી બાજુ, જેતપુર બેઠક ઉપર ઉમેદવારની પસંદગીમાં આટલો વિલંબ કેમ? શું કોંગ્રેસના સુખરામ રાઠવાને ભાજપમાં લાવી ઉમેદવાર બનાવવાના હતા? આ સવાલોના જવાબ આપતા જયંતીભાઈ ગૂંચવાયા હતા અને શીર્ષ નેતૃત્વના નિર્ણયની વાત કરી સવાલો ટાળ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bjp gujarat, Congress Gujarat, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन