તો શું દ.ગુજરાતના આદિવાસી બેલ્ટની પાણીની સમ્સયા થશે દૂર?

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  ગુજરાતમાં હવે નર્મદાના વિકલ્પ તરીકે નવો ડેમ બાંધવા માટે તૈયારીઓ કરી રહી છે, દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રથી આવતી પાર નદી ઉપર આ ડેમ બાંધવા માટે સૈધાન્તિક મંજુરી આપી દેવાઇ છે. મુખ્ય સચિવ કક્ષાની બેઠક દિલ્હીમાં યોજાઈ ગઈ છે. ત્યારે આ ડેમથી રાજ્યના દક્ષિણ ગુજારાતના આદિવાસી બેલ્ટની પાણીની સમસ્યા હમેશા માટે દુર થઇ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ પશ્ચીમી મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત નંદુરબારનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે. જોકે આ યોજનાને આખરી ઓપ બન્ને સીએમ સાથે ની બેઠક બાદ મંજૂરી ની મહોર વાગશે.

  આ ડેમ મહારાષ્ટ્રની પાર નદી ઉપર બનશે. 1200 એમસીએફ ક્ષમતા ધરાવતા આ ડેમમાથી 800 મીલિયન ક્યુબીક ફીટ પાણી ગુજરાતને મળશે. જ્યારે મહારાષ્ટ્રને 400 એમસીએફ પાણી મળશે. આ પ્રોજેક્ટથી ગુજરાતના 90 હજાર હેક્ટર જમીનને પીવાના પાણી ઉપરાંત સિંચાઇનુ પાણી મળશે. ખાસકરીને છોટાઉદેપુર, પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોને લાભ થશે. કેન્દ્ર સરકાર 10 હજાર કરોડની આ યોજનામાં 90 ટકા સહાય કરશે. આ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારની એક હજાર હેક્ટર જમીન ડુબમાં જાય તેમ છે. જેના માટે સરકાર હવે પુન વિસ્થાપન કરવાની કામગીરી કરવી પડશે. જે સરકાર માટે મોટો પડકાર રહેવાનો છે. જે માટે પણ સરકારે કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત દમણ ગંગા નદી ઉપર ચાર જેટલા નાના ડેમ બનાવાવની યોજના મહારાષ્ટ્ર સરકાર કરશે. જેનું પાણી મુંબઇ અને નંદુરબારને આપવામાં આવશે. જોકે આ યોજનાનો ગુજરાતના ખેડૂતો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. જે દૂર કરવું સરકાર માટે મોટો પડકાર રહેશે.

  હાલ તો બન્ને રાજ્યો ના ચીફ સેક્રેટરી લેવલની દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં યોજના અંગે સૌધાન્તિક મંજુરી માટે તૈયાર થઇ ગયા છે. આ કેસમાં મહારાષ્ટ્ર સરકારે ગુજરાતના ઉકાઇ ડેમમાંથી 400 એમસીએફ પાણી નહેરો મારફતે માંગ કરી છે. જોકે ગુજરાત સરકારે હાલ ઉકાઇ ડેમનો વિષય ન હોવાની વાત કહી મહારાષ્ટ્રની માગણી ફગાવી દીધી છે. કારણ કે આંતર રાજ્ય ડેમ ટ્રીટી મુજબ જે 400 એમસીએફ પાણી મહારાષ્ટ્રને મળવાની વાત કરાઇ છે તેમાં ડેમો ગ્રાફીક સમસ્યા છે. મહારાષ્ટ્ર તરફની ઉચાઇ વધુ હોવાથી તે આ પાણીનો ઉપયોગ મહત્તમ નહી કરી શકે. જેથી આ પાણી પણ ગુજરાતના ફાળે આવશે તેવી સંભાવના છે, જેના વળતરના ભાગ રુપે ઉકાઇનુ પાણી માગવા આવ્યુ છે, પણ ગુજરાત સરકારે આમાં ઉકાઇમાંથી પાણી આપવાની ના પાડી દીધી છે. હવે બન્ને રાજ્યોના મુખ્ય પ્રધાન સ્તરની બેઠક બાદ આ ડેમ અંગે આખરી નિર્ણય બન્ને રાજ્યો ના સીએમ ની બેઠક બાદ લેવાશે.

  • સ્ટોરી: હિતેન્દ્ર બારોટ

  Published by:Kaushal Pancholi
  First published: