છોટાઉદેપુર : દીપડાના ચામડાની તસ્કરી કરતાં બે શખ્સ ઝડપાયા

દીપડાના ચામડા સાથે બેની અટકાયત.

વન વિભાગને બાતમી હતી હતી કે બે લોકો દીપડાનું ચામડું 50 હજાર રૂપિયામાં વેચવા માટે જઈ રહ્યા છે.

 • Share this:
  સેહજબ ખત્રી, છોટાઉદેપુર : છોટાઉદેપુર વન વિભાગે (Chhota Udepur Forest Department) વન્ય પ્રાણી દીપડાના ચામડા (Leopard Skin)ની તસ્કરી કરતાં બે શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર વન વિભાગને બાતમી મળી હતી કે કાછેલ ગામના ડાહ્યાભાઈ વણકર અને જેન્તીભાઈ વણકર પાસે વન્ય પ્રાણી દીપડાનું ચામડું છે અને તેઓ એ ચામડાને 50 હજારમાં વેચવા જઈ રહ્યા છે.

  બાતમી આધારે છોટાઉદેપુર વન વિભાગે તપાસ કરતાં આરોપી પાસેથી ચામડું મળી આવ્યું હતું. વન વિભાગે આરોપીઓની અટકાયત કરીને ચામડું જપ્ત કર્યું છે. સાથે જ તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  આ પણ વાંચો : 
  Published by:Vinod Zankhaliya
  First published: