બોડેલી: માછલીઓને ખડાવતા પુત્ર કેનાલમાં લપસ્યો, બચાવવા પિતા પણ પડ્યા, ગામલોકોએ બચાવ્યા

News18 Gujarati
Updated: July 19, 2020, 3:12 PM IST
બોડેલી: માછલીઓને ખડાવતા પુત્ર કેનાલમાં લપસ્યો, બચાવવા પિતા પણ પડ્યા, ગામલોકોએ બચાવ્યા

  • Share this:
સેહજાબ ખત્રી, છોટાઉદેપુર : બોડેલી નર્મદાની કેનાલ પર માછલીઓને લોટ ખવડાવવા ગયેલા પુત્રનો પગ લપસતા પાણીમાં ખેચાઈ ગયો હતો. તેને બચાવવા તેના પિતાએ પણ નદીમાં ઝંપલાવ્યું હતુ. નદીનાં વહેણમાં પિતા પુત્ર તણાયા હતા. જેમને ઘણી મહેનત બાદ સ્થાનિક તરવૈયાઓએ બચાવી લેતા બધાનાં શ્વાસમાં શ્વાસ આવ્યો હતો.

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર બોડેલીના શેખ મહોલ્લામા રહેતા વસીમ ખત્રી તેમના પુત્ર રઝાને લઇ નિત્યક્રમ મુજબ માછલીઓને લોટ ખવડાવવા ગયા હતા. ત્યાં પુત્ર એહમદ રઝા કેનાલ નજીક માછલીઓને લોટ ખવડાવવા નીચે ઉતરતા તેનો પગ લપસી ગયો હતો. જે બાદ પાણીમા તણાવા લાગ્યો હતો.

આ જોતા તેના પિતા વસીમની નજર પડતા તે તેમના પુત્રને બચાવા પાણીમા કૂદી પડ્યા હતા. પરંતુ નર્મદાની મુખ્ય કેનાલમા ધસમસતા પ્રવાહમાં બન્ને ખેંચાયા હતા. આ જોતા નજીક ઉભેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સદનસીબે ત્યાંથી પસાર થતા સ્થાનિક તરવૈયા થમરેશ ભોઇ દોડી આવી બન્ને પિતા અને પુત્રને બહાર કાઢ્યા હતા અને તેઓને આબાદ બચાવી લેવાયા હતા.

આ પણ વાંચો - ગુજરાતમાં ખળભળાટ મચાવનાર ઇન્જેક્શન કૌભાંડના માસ્ટર માઇન્ડનો અભ્યાસ જાણી તમે ચોંકી જશો

બોડેલીના પિતા પુત્ર પાણીમાં ખેચાઈ જવાની અને તેમણે મોતના મોમાંથી સ્થાનિક તરવૈયાઓએ બચાવી લેવાની ઘટનાના ફોટા વાઇરલ થતાં બોડેલી નગરમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

આ પણ જુઓ - 

આ તરફ પાણીના પ્રવાહમાંથી આબાદ બચી ગયેલા પિતા પુત્રના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - સુરેન્દ્રનગર : એક સાથે 18 સગર્ભા મહિલાઓ Corona પોઝિટિવ આવતા ખળભળાટ
Published by: Kaushal Pancholi
First published: July 19, 2020, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading