Home /News /madhya-gujarat /બોડેલીઃ ટેન્કર અડફેટે એકનું ઘટનાસ્થળે જ મોત, ખૂલ્લા ટેમ્પોમાં લઇ જવાયો મૃતદેહ

બોડેલીઃ ટેન્કર અડફેટે એકનું ઘટનાસ્થળે જ મોત, ખૂલ્લા ટેમ્પોમાં લઇ જવાયો મૃતદેહ

અલ્લારખા પઠાન, છોટાઉદેપુર

છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલા તાંદળજા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક રેતી ભરેલા ડમ્પરે બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. જો કે કરુણતા એવી સર્જાઇ કે મૃતદેહને ખુલ્લા ટેમ્પોમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે બોડેલી નસવાડી રોડ પર છેલ્લા કેટલાક મહિનાથી બેફામ દોડતા રેતીના ડમ્પરોથી સ્થાનિકોમાં ભયની લાગણી પ્રવર્તિ રહી છે, આ કાળમુખા રેતીના ડમ્પરોમાંથી એક ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લીધો હતો, જેમાં ઘટના સ્થળે જ બાઇકચાલકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો, તથા અકસ્માતને અનેક કલાકનો સમય વીતી ગયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.



ખુલ્લા ટેમ્પોમાં લાશને પોસ્ટમોર્ટમ ખસેડાઇ

એક તરફ અકસ્માતને કલાકોનો સમય થઇ ગયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા સ્થાનિકો નારાજ થયા હતા. તો બીજી બાજુ એમ્બ્યૂલન્સની જગ્યાએ એક ખુલ્લા ટેમ્પોમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો