Home /News /madhya-gujarat /છોટાઉદેપુરમાં પ્રેમ કરવાની તાલિબાની સજા, યુવક-યુવતીને ઝાડ સાથે બાંધીને ફટકાર્યાં
છોટાઉદેપુરમાં પ્રેમ કરવાની તાલિબાની સજા, યુવક-યુવતીને ઝાડ સાથે બાંધીને ફટકાર્યાં
વીડિયો વાયરલ થયો.
Couple beaten in Chhota Udepur: દાહોદ બાદ છોટાઉદેપુરમાં પ્રેમ કરવાની તાલિબાની સજાની ઘટના, યુવક અને યુવતીને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો. યુવતીથી માર સહન ન થતાં ઢળી પડી.
છોટાઉદેપુર : છોટાઉદેપુરમાં પ્રેમ (Chhota Udepur couple beaten) કરવાની તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે. પ્રેમ બાદ એકબીજાનું ઘર છોડીને ભાગી ગયેલા એક યુગલને પકડીને માર મારવામાં આવ્યો હતો. યુવક અને યુવતીને પકડીને એક ઝાડ સાથે બાંધી (Couple tied with tree and beaten) દેવામાં આવ્યા હતા. જે બાદમાં બંનેને લાકડીથી ફટકારવામાં આવ્યા હતા. આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Couple beaten viral video) થયો છે. મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામ ખાતે ગઈકાલે આ બનાવ બન્યો હતો. આ માલે રંગપુર પોલીસ મથક (Rangpur police station) ખાતે નવ લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ કેસમાં ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
વીડિયો વાયરલ થયો
આ બનાવ અંગેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક અને યુવતીને એક ખેતરમાં ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે. જે બાદમાં બેથી ત્રણ લોકો લાકડી વડે યુવક-યુવતીને ડોર માર મારી રહ્યા છે. એક ક્ષણે માર સહન ન થતાં યુવતી જમીન પર ઢળી પડે છે. આ દરમિયાન યુવક અને યુવતી પીડા સહન ન થતાં બૂમો પાડી રહ્યા છે.
દાહોદમાં મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરીને ફેરવી હતી
10 દિવસ પહેલા દાહોદ જિલ્લાના એક ગામમાં માનવતાને શરમાવે તેવો વીડિયો સામે આવ્યો હતો. અહીં એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. કેટલાંક લોકોએ એકઠા થઈને યુવતીને માર માર્યો હતો અને તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ (Woman paraded in Khajoori village) કરાવી હતી. નરાધમો આટલેથી અટક્યા ન હતા. આ દરમિયાન નરાધમોએ યુવતીએ પહેરેલા કપડાં ફાડી નાખ્યા હતા. આવી હરકત બાદ યુવતી શરીર ઢાંકવા માટે આસપાસની મહિલાઓ તરફ દોડી હતી અને તેમની પાસેથી દુપટ્ટો લઈને શરીર ઢાંક્યું હતું. જોકે, નરાધમોએ એ કપડાં પણ ખેંચી લીધા હતા.
આ બનાવના રાજ્યમાં આકરા પડઘા પડ્યાં હતા. જે બાદમાં સરકાર તરફથી પણ આ મામલે દોષિતોને દાખલો બેસે તેવી સજા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક પછી એક આરોપીની ધરપકડ કરી હતી. યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગયા બાદ તેણીને ગામમાં લાવીને તેના પર જુલમ ગુજારવામાં આવ્યો હતો.
દાહોદમાં માનવતાને શરમાવે તેવું કૃત્ય: પ્રેમી સાથે ભાગી જનાર યુવતી પર અત્યાચાર pic.twitter.com/vunW8GjIvN
નરાધમોએ યુવતી પર અત્યાચાર ગુજારતા તેણીના ખભા પર એક યુવકને બેસાડ્યો હતો અને બાદમાં યુવતીને ગામમાં ફેરવી હતી. યુવતીને આવી જ હાલતમાં ગામમાં પરેડ કરાવવામાં આવી હતી. યુવકનો ભાર સહન ન કરી શકતા યુવતી અનેક વખત નીચે બેસી જતી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક બળજબરીથી યુવતીના કમરથી નીચેના કપડાં ફાડી નાખે છે. જે બાદમાં યુવતી નિર્વસ્ત્ર હાલતમાં શરીર ઢાંકવી માટે દોડા દોડી કરે છે. આ દરમિયાન બે-ત્રણ મહિલા યુવતીને શરીર ઢાંકવા માટે દુપટ્ટો આપે છે. જોકે, નરાધમો આ દુપટ્ટો પણ ખેંચી કાઢે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર