નર્મદા નદીનું જળ સ્તર વધતાં હાંફેશ્વર મંદિર ફરી પાણીમાં ગરકાવ

હાંફેશ્વર મંદિર હવે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં ફરીથી ડુબી રહ્યું છે.

 • Share this:
  દેશભરના મોટાભાગના સ્થળોમાં ચોમાસાની પધરામણી થઇ ગઇ છે ત્યારે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો છે. ઉપરવાસમાં વરસાદ થતાં ડેમમાં નવા નીર આવ્યાં છે જેના કારણે હાલ ડેમમાં 3363.15 MCM પાણીનો જથ્થો જમા થયો છે. આ ઉપરાંત રાજ્યાના છોટાઉદેપુરના ફાફેશ્વર મંદિર પણ પાણીનું જળસ્તર વધતા પાણીમાં ડૂબી ગયું છે.

  હાંફેશ્વર મંદિર હવે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં ફરીથી ડુબી રહ્યું છે. અને હાલ દશ ફૂટ જેટલું જ બહાર દેખાઇ રહ્યું છે. પવિત્ર તીર્થધામ હાફેશ્વર ખાતેનું પૌરાણીક મંદિર ફેબ્રુઆરી મહીનાથી નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થતાં લગભગ દેખાવા લાગ્યું હતું. અને ઉનાળા દરમિયાન લગભગ 40 ફૂટ જેટલું ખુલ્લુ થઇ ગયું હતું. જેના કારણે તે સમયે ભોલેનાથના દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી.

  પાણીનું જ્યારે ઓછું સ્તર હતું ત્યારે આ મંદિરના દ્વારની પણ પુજા કરવામાં આવતી હતી. ભક્તો નાવડીમાં બેસીને મંદિર પરિસરમાં જઇને દર્શન કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો આ મંદિર ધીરે ધીરે ડુબવા લાગ્યું હતું. થોડા દિવસોમાં આ મંદિર આખેઆખુ પાણીમાં ગરકાવ થઇ જશે તેવી સંભાવના છે.

  હાલ આ મંદિર દશ ફૂટ જેટલું જ બહાર દેખાઇ રહ્યું છે


  હાંફેશ્વરની દંતકથા

  સાતપુડાના પર્વતની હારમાળા વચ્ચે પૌરાણીક શિવમંદિર આવેલ છે. કલહંસ ઋષિએ શિવજીને રિઝવવા તપશ્ચર્યા કરી હતી. બાદમાં ઋષિને શંકર ભગવાનના દર્શન થયા હતા અને આ જગ્યાને પાવન કરી બિરાજમાન થવા પ્રાર્થના કરી હતી. કલહંસ ઋષિની તપસ્યાથી શિવજી પ્રસન્ન થયા તે માટે કલહંસેશ્વર મહાદેવ રખાયું હતું.
  Published by:Kaushal Pancholi
  First published: