સેહજબ ખત્રી, છોટાઉદેપુર: છોટાઉદેપુર (chhota udaipur) જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષિત બેરોજગાર (unemployed)નો અનોખો કિસ્સો જોવા મળ્યો છે. બે વર્ષથી બંધ પડેલા શૌચાલયમાં યુવાન સલૂન ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યો છે. નસવાડી તાલુકાના ઝડૂલી ગામનો યુવાન BA પાસ છે, છતાં આજ દિન સુધી તેને નોકરી મળી નથી. ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં રોજગારી માટે કોઇપણ સ્ત્રોત નથી. તેથી યુવાને બંધ પડેલા શૌચાલયમાં કામચલાઉ રીતે સલૂન (sochalay saloon) ખોલ્યું છે. જોકે, ભવિષ્યમાં બચત થતાં દુકાનની વ્યવસ્થા કરશે તેવી ઇચ્છા યુવાને દર્શાવી છે. અંતરિયાળ વિસ્તારમાં એવા ઘણા યુવકો છે જે ગ્રેજ્યુએટ થયા પછી પણ બેકાર છે. તેમજ ઘણા યુવાનો પરિવારનું ગુજરાન ચલાવવા ઝઝૂમી રહ્યા છે.
શીક્ષિત બેરોજગારનું શૌચાલયમાં સલૂન
નસવાડી તાલુકના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાની ઝડૂલી ગામના યુવક મકન ભીલે બી.એ સુધી અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએટ થયા પછી પણ નોકરી ન મળવાનો યુવકને અફસોસ છે. સાથે જ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધંધા-રોજગાર માટે કોઈ સ્ત્રોત નથી. બેરોજગાર યુવક માટે પણ રોજગારીનો એક સવાલ હતો. મકન ભીલ પાસે પૈસા પણ ના હતા કે તે કોઈ નાની દુકાન પણ કરી શકે.
ઓછા મૂડી રોકાણથી સલૂનની દુકાન ખોલી શકે તેટલા પૈસા પણ ન હોવાથી યુવાને શૌચાલયને જ સલૂન બનાવી લીધું છે. આ શૌચાલય બે વર્ષથી બંધ હતો. સુવિધા ના અભાવે ગામ લોકો તેનો ઉપયોગ કરતા નહોતા. આથી યુવાને આ શૌચાલયનો હંગામી ઉપયોગ કરી સલૂન ચાલુ કર્યું છે. તે બે વર્ષથી બંધ પડેલ આ શૌચાલય શરૂ કરી થોડા પૈસા કમાવી પરિવારનું ગુજરાન ચલાવે. સાથે જ તે થોડી બચત કરી દુકાનની વ્યવસ્થા કરવા માગે છે.
પહેલા ભણતર નહોતું, હવે નોકરી નથી
આમ તો મકન ભીલ જે ગામમાં રહે છે તે અતિ અંતરિયાળ વિસ્તાર છે. અગાઉ અહીં આદિવાસી લોકો પોતાના બાળકોને ખાસ શિક્ષણ આપવતા ના હતા. હવે જ્યારે શિક્ષણ માટે જાગૃતિ આવી છે ત્યારે મકન ભીલ જેવા ગરીબ યુવકે શિક્ષણ તો મેળવ્યું અને ગ્રજ્યુએટ પણ થયો પણ નોકરી ન મળતાં કોઇપણ રીતે આજીવિકા મેળવી રહ્યો છે. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં અનેક એવા યુવકો છે જે ગ્રેજ્યુએટ થયા પછી પણ બેકાર છે અને પરિવારનો ગુજરાન ચલાવવા માટે ઝઝુમી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર