છોટાઉદેપુરનાં મહિલા સાંસદ અનામત મુદ્દેના પ્રશ્નનો જવાબ આપીને થયા ટ્રોલ

ગીતાબેને સોશિયલ મીડિયામાં એક વ્યક્તિનાં આરક્ષણનાં પ્રશ્નનો જવાબ આપ્યો છે.

ગીતાબેને સોશિયલ મીડિયામાં એક વ્યક્તિનાં આરક્ષણનાં પ્રશ્નનો જવાબ આપ્યો છે.

 • Share this:
  સેહજબ ખત્રી, છોટાઉદેપુર : છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાની સોશિયલ મીડીયામાં તેઓ પોતાની કૉમેન્ટ માટે ટ્રોલ થઇ રહ્યાં છે. ગીતાબેને સોશિયલ મીડિયામાં એક વ્યક્તિનાં આરક્ષણનાં પ્રશ્નનો જવાબ આપતા લખ્યું કે, તું તારા ગામમાં કોઈ સેવા કાર્ય કર પછી બીજા લોકો ને આંગળી કર. જે બાદ આ પોસ્ટ લોકોમાં ઘણી જ ચર્ચાનો વિષય બની છે.

  ભાજપના આદિવાસી મહિલા સાંસદ ગીતાબેન રાઠવા ફેસબુક ઉપર પોતાની એક કૉમેન્ટના કારણે ઘણાં જ ચર્ચામાં આવ્યાં છે. વડોદરા જિલ્લાના તેમના મત વિસ્તાર ડભોઈ ગામે કોરોના વાયરસની મહામારી દરમિયાન ઉકાળા વિતરણ તેમજ અન્ય કાર્યક્રમનો વીડિઓ ફેસબુક ઉપર શેર કર્યા હતા. જેમાં એક વ્યક્તિએ આરક્ષણ મુદ્દે તેમને સવાલ કર્યો હતો. આ વ્યક્તિએ સવાલ કર્યો કે, આરક્ષણ ખતમ કરવાની દિશામાં સરકાર હાલમાં મહત્તમ ન્યાયપાલિકા દ્વારા નિર્ણયો આપવામાં આવી રહ્યાં છે. આપ અને આપના સમકક્ષ આદિવાસી નેતાઓ કેમ એનો વિરોધ નથી કરતા? જો વિરોધ કર્યો હોય તો એનું પરિણામ શું આવ્યું એ જણાવવા કષ્ટ કરશો?  જેના જવાબમાં ગીતાબેને કોમેન્ટ કરીને કહ્યું કે 'તું તારા ગામમાં કોઈ સેવા કાર્ય કર પછી બીજા લોકો ને આંગળી કર.'

  આ પણ જુઓ - 

  આ પણ વાંચો - કોરોના કાળમાં કલા શિક્ષકનું અનોખું સર્જન: કોરોના વોરિયર્સને ચીતર્યા આદિવાસી કળા સ્વરૂપે

  જેની કોમેન્ટનાં જવાબમાં ગીતાબેને કહ્યું કે, તું તારા ગામમાં કોઈ સેવા કાર્ય કર પછી બીજા લોકોને આંગળી કર. ગીતાબેનની આ કૉમેન્ટ બાદ કેટલાક લોકોએ નિમ્ન ભાષા ઉપયોગ બદલ ગીતાબેનને ટ્રોલ કર્યા છે. આ સાથે કોમેન્ટને સ્ક્રીન શોટ સાથે સોશિયલ મીડિયામા પણ વાયરલ કરી છે.
  Published by:Kaushal Pancholi
  First published: