છોટાઉદેપુરમાં શાંતિપૂર્ણ રીતે 70 % થયુ મતદાન

  • Share this:
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ 93 બેઠકો ઉપર સવારે ૮ વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ મતદાનમાં 1,15,47,435 પુરુષ મતદારો 10748977 સ્ત્રી મતદારો તથા 455 ત્રીજી જાતિના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 93 બેઠકો માટે 851 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ વડગામ તથા વાઘોડિયા સિવાયની બેઠકો ઉપર, એનસીપી અને બસપા અનુક્રમે 28 તથા 75 બેઠકો ઉપર તેમજ 350 અપક્ષો ચૂંટણી જંગમાં છે.

છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં ભાજપના જશુભાઈ રાઠવા ઉમેદવાર છે જેઓએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની સંપત્તિ 68 લાખથી વધુ છે. તેમની સામે કોઈ ગુનો દાખલ નથી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા છે. જેઓએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 68 લાખથી વધુની સંપત્તિ છે અને તેમની સામે કોઈ ગુનો દાખલ નથી.

જેતપુર (ST)

જેતપુર (ST)માં ભાજપના જયંતિભાઈ રાઠવા છે અને તેઓએ 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 29 લાખથી વધુની સંપત્તિ છે અને 2 ગુના નોંધાયેલ છે. આ બેઠક પર સુખરામભાઈ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર છે.તેમનો અભ્યાસ 10 પાસ સુધીનો છે અને તેમની પાસે 1 કરોડથી વધુની સંપત્તિ છે. તેમની પાસે કોઈ ગુનો દાખલ નથી.

સંખેડા

સંખેડામાં ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવી છે અને તેમનો અભ્યાસ 10 પાસ સુધીનો છે. તેમની સંપત્તિ 1 કરોડથી વધુની છે અને તેમની પાસે કોઈ ગુનો નોંધાયેલ છે. આ બેઠક પર ધીરુભાઈ ભીલ કોંગ્રેસના ઉમેદવાર છે. અને તેઓ 8 પાસ છે. તેમની સંપત્તિ 1 કરોડથી વધુની છે. તેમની સામે કોઈ ગુનો દાખલ નથી.

સંખેડા વિધાનસભામાં 12 વાગ્યા સુધીમાં 27.99 % મતદાન થયુ
First published: