દિલ્હીનાં ભાજપનાં કાર્યાલયમાં કાર્યકરો દ્વારા જીતની ખુશી મનાવવામાં આવી રહી છે. અહી જીતનો માહોલ જામ્યો છે. કાર્યકરોએ ઢોલ નગારાનાં તાલે ગરબા ઘુમીને જીતની ઉજવણી કરી છે.
છોટાઉદેપુરની બેઠક પર પણ ભાજપનાં ગીતાબેન રાઠવા ભગવો લહેરાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેઓ 2 લાખથી વધુ વોટથી આગળ છે.
ન્યૂઝ18 ગુજરાતી: છોટાઉદેપુરમાં મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ સાથે જ શરૂઆતી વલણ મુજબ ભાજપનાં ગીતા બેન રાઠવા આગળ ચાલી રહ્યાં છે. તેઓ ત્રીજા રાઉન્ડમાં ભાજપના ગીતા રાઠવા છોટાઉદેપુર: ભાજપનાં ગીતાબેન રાઠવા 2 લાખ વોટથી આગળ ચાલી રહ્યાં હતાં અને આ વચ્ચે પરિણામ જાહેર થઇ ગયા છે. ગીતા રાઠવાની જંગી બહુમતીથી જીત થઇ ગઇ હતી.
ગુજરાત તથા મધ્યપ્રદેશની સરહદે આવેલો છોટા ઉદેપુર જિલ્લો 'વિકાસ' શબ્દ અને તેની અસરથી સમગ્રતયા 'વંચિત' છે. આ વિસ્તારમાં પાયાની જરૂરિયાતોનો પણ ઘણો અભાવ છે. રોજગારી, ઉદ્યોગો અને મૂળભૂત વ્યવસ્થાને ઝંખતા આ જિલ્લામાં ભલે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસનો દબદબો રહ્યો હોય પણ છેલ્લી બે ટર્મથી અહીં ભાજપે સુનિયોજિત ઢબે પગપેસારો કરી લીધો છે. રામસિંહ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા જેવા નેતાઓનું અહીં ભારે વર્ચસ્વ રહ્યું છે. વર્ષ-2014મા ભાજપના રામસિંગ રાઠવા સતત બીજી ટર્મ માટે 1,79,729 મતોથી વિજયી બન્યા હતા. જયારે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 3 બેઠક પર ભાજપ અને 4 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો.
વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ : સાંસદ રામસિંહ રાઠવાને 5 વર્ષમાં 25 કરોડની ગ્રાન્ટ મળી હતી. જેમાંથી તેમણે 21.56 કરોડના વિકાસના કામો માટે ગ્રાન્ટ વાપરી છે. રામસિંગ રાઠવા રોજગારી, નર્મદાનું પીવાનું પાણી, જીઆઈડીસી સ્થાપીત કરવા જેવા વાયદાઓ હજી પૂરા કરવામાં નિષ્ફળ નિવડ્યા હોવાની છાપ છે.
કોની વચ્ચે છે જંગ? આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવા છે, જયારે ભાજપે રામસિંગ રાઠવા સામે વધી ગયેલી નારાજગીના લીધે જિલ્લા પંચાયતના સભ્ય ગીતાબેન રાઠવા પર પસંદગી ઉતારવામાં આવી છે. કહેવાય છે કે, ગીતાબેન રાઠવા ગ્રાસરૂટના કાર્યકર હોવાની સાથે સ્થાનિક સ્તરે તેમના કાર્યોથી ભારે લોકપ્રિય છે.
અનુમાન રામસિંહ રાઠવાની નિષ્ક્રિયતાને મતદારો યાદ રાખે અને મોહનસિંહના પુત્ર હોવાના નાતે રણજિતસિંહ તરફનો ઝુકાવ વધે તો આ બેઠક ઉપર કોંગ્રેસ ફરીથી નવાજુની કરી શકે તેવી પ્રબળ શક્યતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર