છોટાઉદેપુરઃ ભાજપના કોષાધ્યક્ષે પરપ્રાંતિય વિરુદ્ધ ફેસબૂક પર પોસ્ટ મૂકી, ફરિયાદ

News18 Gujarati
Updated: October 15, 2018, 7:42 AM IST
છોટાઉદેપુરઃ ભાજપના કોષાધ્યક્ષે પરપ્રાંતિય વિરુદ્ધ ફેસબૂક પર પોસ્ટ મૂકી, ફરિયાદ

  • Share this:
અલ્લારખા પઠાન છોટાઉદેપુર

હાલમાં રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાને લઇને સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે, તેમ છતા પરપ્રાંતિયો પર અત્યારચાર બંધ થવાનું નામ નથી લેતો. હવે રાજકારણીઓ ખુલ્લેઆમ આ મુદ્દે રાજકારણ રમી રહ્યાં છે. છોટાઉદ્દેપુરમાં ભાજપના કોષાધ્યક્ષે સોશિયલ મડિયા પર પરપ્રાંતિય વિરુદ્ધ પોસ્ટ અપલોડ કરતાં ચર્ચા જાગી છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

એક તરફ રાજ્યની ભાજપ સરકાર દ્વારા પરપ્રાંતિયોને ગુજરાતમાં તમામ સુરક્ષા આપવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે, તો બીજી બાજુ ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા ખુલ્લેઆમ પરપ્રાંતિયોને ધમકાવવામાં આવી રહ્યાં છે. છોટાઉદ્દેપુરના ભાજપના કોષાધ્યક્ષ સચિન સરકાર તડવીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પરપ્રાંતિય વિરુદ્ધ પોસ્ટ મૂકી છે, જેમાં પરપ્રાંતિયોને ધમકીઓ પણ આપવામાં આવી છે. સમગ્ર બાબતે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર સચિન તડવીના પત્નિ રાજશ્રીબેન તડવી ભાજપાના મેન્ડેટ પરથી ચૂંટાયેલા વોર્ડ નંબર 6ના નગરપાલિકાના સભ્ય છે,
એકબાજુ જિલ્લા કલેકટર અને નગર પાલિકાના પ્રમુખ દ્વારા પરપ્રાંતિયોને સુરક્ષાની ખાતરી આપવા માટે વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે, તો બીજી બાજુ રાજકીય લાભ ખાટવા માટે પાર્ટીના કાર્યકરો બેફામ બનતા પંથકમાં રોષની લાગણી વ્યાપી છે.સમગ્ર મામલાની ગંભીરતા જણાતા પોલીસ ખુદ ફરિયાદી બની સચીન તડવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપા શહેર મંત્રીએ પણ સચીન તડવીને તમામ હોદ્દા પરથી ફરજ મુક્ત કરી દીધા છે.
First published: October 14, 2018, 10:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading