છોટાઉદેપુરઃ પાણીની પારાયણ, સરપંચ સહિત ગ્રામજનોએ કર્યો ચક્કાજામ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામ ગામે મંજૂર કરાયેલા બોર પૈકી એક્પણ બોર ન કરાતા ગામના સરપંચ સહિત સેંકડો ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામ ગામે મંજૂર કરાયેલા બોર પૈકી એક્પણ બોર ન કરાતા ગામના સરપંચ સહિત સેંકડો ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટાઉદેપુર# છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામ ગામે મંજૂર કરાયેલા બોર પૈકી એક્પણ બોર ન કરાતા ગામના સરપંચ સહિત સેંકડો ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામ ગામે મંજૂર કરાયેલા બોર પૈકી એક્પણ બોર ન કરાતા ગામના સરપંચ સહિત સેંકડો ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો, જેને પગલે રેપીડ એક્શન ફોર્સ અને એસઆરપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

જોકે, રોષે ભરાયેલા ગ્રામજનોએ ગામમાં બોર નહીં થાય ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારતા પોલીસે પણ હાથ હેઠા મુકી દેવા પડ્યા હતા.

પાણીના સ્તર ઉંડા ઉતરી જતા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ આદીજાતિ વિકાસ વિભાગ દ્વારા ગામમાં 12 જેટલા નવા બોર મંજૂર કરવામાં આવ્યા હતા અને બોર ક્યાં કરવા તેનો સર્વે પણ કરી દેવાયો હોવા છતાં આજ સુધી એકપણ બોર નહીં કરાતા ગામના સરપંચ સહિત ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.

સરપંચે સ્થાનિક ધારાસભ્ય ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે, ધારાસભ્યને સારી સારી સ્ત્રીઓ મળવા જાય તેઓના ગામમાં વગર સર્વે કરે ધારાસભ્યની ભલામણથી પાણી પૂરવઠા વિભાગ દ્વારા બોર કરવાની કમગીરી કરી દેવામાં આવે છે અને આમારા ગામની કોઈ સ્ત્રી રજુઆત કરવા નથી જતી, એટલે ધારાસબ્ય અમારા ગામમા બોર કરવા દેતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

બીજી તરફ ચક્કાજામની જાણ થતાજ કવાંટ પોલીસ સહિત એસઆરપી અને રેપીડ એક્શન ફોર્સને તૈનાત કરી દેવાઈ હતી. જોકે, રોષે ભરાયેલા ગ્રામજનોએ પાણી પૂરવઠા વિભાગ દ્વારા અન્ય ગામમાં બોર કરવા જઈ રહેલી બોરની ગાડીને પણ અટકાવી દીધી હતી અને જ્યાં સુધી બોરની કામગીરી હાથ ન ધરાય ત્યાં સુધી ચકકાજામ ચાલુ રાખવાની હથ પકડતા પોલીસે પણ હાથ હેઠા મુકી દેવા પડ્યા હતા અને પાણી પૂરવઠા વિભાગના અધિકારીને બોલાવવાની ફરજ પડી હતી.

બનાવની જાણ થતાજ ઘટના સ્થળે દોડી આવેલા પાણી પુરવઠા વિભાગના અધિકારીએ પણ ગ્રામજનોના આક્ષેપને સમર્થન આપતા સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને વીઆઈપી ના રેફ્રરન્સ મુજબ કામગીરી કરવામાં આવતી હોવાની વાતને કબૂલી હતી અને મંજૂર બાર પૈકી એક્પણ બોર નહીં કર્યાની વાતને પણ સ્વીકારી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં પાણી ના કકળાટને લઈ હત્યા ના બનાવો પણ બન્યા છે, ત્યારે ડુંગરવાં ગામના લોકો દ્વારા કરાયેલા જલદ આંદોલનનું શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું.
First published: