છોટાઉદેપુરઃ ઉનાકાંડને લઇને જિલ્લાના દલિતોએ રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

ઉનાકાંડનો વિરોધ વંટોળ રાજ્યના સરહ્દી એવા છોટાઉદેપુર જિલ્લામાં પહોંચ્યું છે, જ્યાં જિલ્લાભર ના દલિતો એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતુ.

ઉનાકાંડનો વિરોધ વંટોળ રાજ્યના સરહ્દી એવા છોટાઉદેપુર જિલ્લામાં પહોંચ્યું છે, જ્યાં જિલ્લાભર ના દલિતો એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતુ.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટાઉદેપુર# ઉનાકાંડનો વિરોધ વંટોળ રાજ્યના સરહ્દી એવા છોટાઉદેપુર જિલ્લામાં પહોંચ્યું છે, જ્યાં જિલ્લાભર ના દલિતો એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતુ.

રાજ્યના ઉનામા દલિત ઉપર થયેલા અત્યાચાર ના વિરોધની જ્વાળા સમગ્ર રાજ્યભરમાં પ્રસરી રહી છે ત્યારે રાજ્યના સરહદી એવા છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર દલિતોએ આજે છોટાઉદેપુર નગરમા આવેલી બાબાસાહેબની પ્રતિમા ચોકમાં ભેગા થઈ સરકાર વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા અને દલિત સમાજના આગેવાનો, મહિલાઓ અને બાળકો એક વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પાઠવ્યું હતુ.

01

દલિત સમાજ દ્વારા રેલી અને આવેદન માટેની જિલ્લા ક્લેકટરની પરવાનગી હોવા છતાં કલેક્ટર કચેરીએ પોલીસ દ્વારા તેઓને આવેદન પાઠવવા જતા અટકાવવામાં આવ્યા હતા, જેને પગલે મામલો બીચ્ક્યો હતો અને દલિતોએ કચેરીના પતાંગણ માં ધરણા કર્યા હતા. જોકે ત્યાર બાદ કલેક્ટરે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. દલિત સમાજના આગેવાનોએ પોતાનો આક્રોસ ઠાલવતા કહ્યું હતુ કે, જો દલિત સમાજ સાથે આવી રીતે જ વર્તન કરવામાં આવશે તો તેઓ ધર્મ પરિવર્તન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

તો બીજી તરફ જિલ્લામાં દુધાળા અને ખેત ઉપયોગી પશુઓ ના ખરીદ વેચાણમાં દલિત સમાજના લોકો સંકળાયેલા છે. જેઓને જિલ્લાના કહેવાતા ગૌરક્ષા સમિતિ ના સભ્યો દ્વારા જે હેરાનગતિ કરવામાં આવે છે, હપ્તા ઉઘરાવવામા આવે છે અને હપ્તા ન આપે તો તેમના પર અત્યાચાર ગુજારવાના બનાવો બને છે. જેથી આ કહેવાતી ગૌરક્ષા સમિતિઓ પર પ્રતિબંધ મુકવાની પણ માંગ કરી હતી.
First published: