Home /News /madhya-gujarat /

ગણેશ વિસર્જન: અમદાવાદનાં 4 અને સંખેડાનાં બે યુવાનનાં ડૂબવાથી મોત

ગણેશ વિસર્જન: અમદાવાદનાં 4 અને સંખેડાનાં બે યુવાનનાં ડૂબવાથી મોત

બચવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાણીના વહેણમાં તણાઈ ગયા અને મોતને ભેટ્યા છે.

બચવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાણીના વહેણમાં તણાઈ ગયા અને મોતને ભેટ્યા છે.

    આજે રાજ્ય સહિત દેશભરમાં ગણેશ વિસર્જન ધૂમ ધામથી કરવામાં આવી રહ્યું છે, લોકો નદી તળાવ અને સમુદ્રમાં ગણેશ વિસર્જન માટે ગયા છે, ત્યારે આ શુભ પ્રસંગે રાજ્યમાંથી બે દુખદ ઘટનાઓ સામે આવી છે. જેમાં સાત યુવાનોના મોત થયા છે.

    પ્રથમ ખેડા જીલ્લામાં આવેલી વાત્રક નદીની વાત કરીએ તો, અહીં ગણેશ વિસર્જન દરમ્યાન અમદાવાદના પાંચ યુવાનો ડુબ્યા છે. અમદાવાદથી કઠલાલની વાત્રક નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે યુવાનો ગયા હતા, આ દરમ્યાન નદીના પ્રવાહમાં પાંચ યુવાનો તણાયા હતા. સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમે નદીમાં શોધખોળ કરી ચાર યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ હજુ ચાલુ છે. પરંતુ જે રીતે ચાર યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, તે જોતા આ યુવાનની બચવાની સંભાવના પણ ઓછી જણાવવામાં આવી રહી છે.

    બીજી ઘટના છોટાઉદેપુરના સંખેડાથી સામે આવી છે. અહીં બપોરે છોટાઉદેપુરના સંખેડાના બે યુવાનો ગણેશ વિસર્જન માટે ઉચ્છ નદીમાં ગયા હતા. અહીં ગણેશ વિસર્જન કરતા સમયે તે લોકો અચાનક નદીના ઉંડા પાણીમાં પહોંચી ગયા, અને જોત જોતામાં બંને લોકો તણાવા લાગ્ય. તેમણે બચવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાણીના વહેણમાં તણાઈ ગયા અને મોતને ભેટ્યા છે.

    આ પણ વાંચો

    ગણેશ વિસર્જન: સાબરમતી નદીમાં અમદાવાદના 10 યુવાનો ડૂબ્યા, એકનું મોત, 7ને બચાવાયા

    છોટાઉદેપુર: બાઇક ચાલક કોઝવેના પ્રવાહમાં તણાયો, બે કિમી દૂરથી મળ્યો મૃતદેહ

    સ્થાનિક લોકો અને ફાયરની ટીમે બંને લોકોની નદીમાં શોદખોળ શરૂ કરી હતી, ત્યારબાદ બંને લોકોને પાણીમાંથી બહાર લાવી 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જોકે, ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, ગણેશ વિસર્જન દરમ્યાન લોકોમાં ખુબ ઉત્સાહ હોય છે. પરંતુ ક્યારેક સાવધાની ન રાખતા નદીમાં જીવ ખોવાનો વારો આવતો હોય છે. દર વર્ષે ગણેશ વિસર્જન સમયે રાજ્યમાંથી નદીમાં ડુબી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. હમણાં જ અમદાવાદ સાબરમતી નદીમાં ગમેશ વિસર્જન દરમ્યાન ચાંદલોડીયાના 10 યુવાનો ડુબ્યા હતા, જેમાંથી 1નું મોત નિપજ્યું હતું. આજ રીતે મહેમદાબાદની વાત્રક નદીમાં પણ ગત મહિને બે યુવાનોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. તો ભરૂચના જંબુસરના નીલકંઠ મહાદેવ તળાવમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક યુવાન તળાવમાં ગરકાવ થઈ ગયો, જેનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Due, River, Sankheda

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन