Home /News /madhya-gujarat /છોટાઉદેપુર: ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના ઘટના સ્થળે જ મોત

છોટાઉદેપુર: ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના ઘટના સ્થળે જ મોત

ડ્રાઈવર કેબિનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ખુબ મહેનત કરવી પડી હતી

ડ્રાઈવર કેબિનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ખુબ મહેનત કરવી પડી હતી

    રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. રોજ બરોજ રોડ અકસ્માતમાં અનેક લોકોના કમોતે મોત થાય છે. દરેક શહેરમાં વાહનોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે, જેને લઈ ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ ખુબ વધી રહી છે. વાહન ચલાવવામાં થોડી અસાવધાની મોતને આમંત્રણ આપી દે છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના છોટાઉદેપુરથી સામે આવી રહી છે. જેમાં બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુરના સંખેડા તાલુકાના વાસણા ગામ પાસે આવેલા વળાંક પર શાકભાજીના ટેમ્પો અેન એસિડ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

    સંખેડાના વાસણા ગામ પાસેથી મોડી સાંજે શાકભાજીનો ટેમ્પો રસ્તા પર જઈ રહ્યો હતો, તે સમયે અચાનક વાસણા ગામના રોડ પાસેના વળાંક પર સામેથી આવી રહેલા એસિડ ભરેલા ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, ટેમ્પોના તો ફૂરચે ફૂરચા ઉડી ગયા છે. જ્યારે ટ્રેલરને પણ ખુબ નુકશાન પહોંચ્યું છે. ધડાકાભેર અથડાતા, બંને વાહનના ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયા હતા.



    ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. 108ની ટીમે ઈજાગ્રસ્તને સારવાર માટે બોડેલી ખસેડ્યો હતો. સ્થાનિકો અને પોલીસે ડ્રાઈવર કેબિનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ખુબ મહેનત કરવી પડી હતી. ત્યારબાદ બંને મૃતકોના મૃતદેહને નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Between, Sankheda, Spot, અકસ્માત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन